આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઑઇલ કિંમતોમાં ઘટાડાના કારણે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક અઠવાડિયાની અંદર ત્રીજી વખત ઘટાડો થયો છે.રાજ્યની માલિકીના ફ્યુઅલ રિટેલરોની પ્રાઈસ નોટિફિકેશન મુજબ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 22 પૈસા અને ડીઝલમાં 23 પૈસા ઘટાડો કરવામાં આવ્યો છે.
આ ઘટાડા દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 90.56 રૂપિયા અને ડીઝલ પ્રતિ લિટરે 80.87 રૂપિયા થઈ ગયું છે. રાજયોના વેટના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.
નવા ભાવ અનુસાર, મુંબઈમાં મંગળવારે પેટ્રોલનો ભાવ રૂપિયા 97.19થી ઘટીને 96.98 રૂપિયા પ્રતિ લિટર થયો હતો.
જ્યારે, ડીઝલનો ભાવ રૂપિયા 88.20થી ઘટીને 87.96 રૂપિયા થયો હતો.
દેશમાં 24 માર્ચે છ મહિનામાં પ્રથમ વખત ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોના સંક્રમણની બીજી લહેરના કારણે 25 માર્ચે ઈંધણના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગમાં અવર-જવર અટકતા વૈશ્વિક દરો સ્થિર થયા હતા. સુએઝ કેનાલ માર્ગ ફરી શરૂ થતાં ભાવમાં ફરી રાહત અનુભવાઈ છે.ઈંધણના ભાવમાં ત્રણ વખત ઘટાડા સાથે પેટ્રોલના ભાવમાં લિટરદીઠ 61 પૈસા અને ડીઝલના ભાવમાં 60 પૈસાનો ઘટાડો થયો છે
સરકારે ગયા વર્ષે માર્ચમાં એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી હોવાથી પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ.21.58નો અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે રૂ.19.18નો વધારો થયો હતો.