બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનના પિતા અને જાણીતા સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાનને મુંબઈની Lilavati Hospitalમાંથી રજા આપવામાં આવી છે. 90 વર્ષીય સલીમ ખાનને 17 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ એક મહિનાની સારવાર બાદ તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે અને ડૉક્ટર્સે તેમને ઘરે જવાની મંજૂરી આપી છે. આજરોજ 17 માર્ચના રોજ સવારે 10.30 વાગ્યે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ માટે સલમાન ખાન સવારે 6 વાગ્યે જ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. તેમણે બધી ડિસ્ચાર્જ ઔપચારિકતાઓ પૂર્ણ કરી અને સલીમ ખાનને રજા આપવામાં આવી. સલમાન ઉપરાંત પરિવારના અન્ય સભ્યો પણ ડિસ્ચાર્જ સમયે હાજર હતા. તેમની તબિયત સુધારા પર છે અને તેઓ હવે ખતરામાંથી બહાર છે. સારવાર દરમિયાન તેઓ સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. જલીલ પારકર અને ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગેની દેખરેખ હેઠળ હતા.
તપાસમાં નજીવું બ્રેઈન હેમરેજ જણાતા DSA પ્રોસીઝર સફળતાપૂર્વક કરવામાં આવી હતી. શરૂઆતના દિવસોમાં તેમને થોડો સમય વેન્ટિલેટર સપોર્ટ પર પણ રાખવામાં આવ્યા હતા. આ સમગ્ર સમયગાળામાં Arbaaz Khan, Sohail Khan સહિત આખો ખાન પરિવાર તેમની સાથે રહ્યો હતો. ઉપરાંત Shah Rukh Khan અને Aamir Khan પણ હોસ્પિટલમાં પહોંચી તેમની તબિયત અંગે માહિતી લીધી હતી. તેમના નજીકના મિત્ર અને દિગ્ગજ લેખક Javed Akhtar પણ મુલાકાતે આવ્યા હતા. તાજેતરમાં એક ઈફ્તાર પાર્ટીમાં અરબાઝ ખાને જણાવ્યું હતું કે તેમના પિતાની તબિયત હવે ઘણી સારી છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.