Gujarat

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલવે કોરીડોર- બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ગુજરાત સરકારે આટલાં હજાર કરોડની ફાળવણી કરી

ગાંધીનગર: માર્ગ અને મકાન વિભાગનું વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૧૧૧૮૫ કરોડનું બજેટ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. માર્ગ મકાન વિભાગના બજેટની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં રજૂ કરતા જણાવ્યું હતું વર્ષ ૨૦૦૦-૨૦૦૧ ના રૂા.૫૩૭ કરોડના બજેટના સાપેક્ષમાં ૨૦.૮૩ ગણું વધારે છે અને વૈશ્વિક મહામારી કોરોના હોવા છતાં વિભાગને ફાળવેલી વર્ષ ૨૦૨૦-૨૧ની જોગવાઇનો સંપુર્ણ ઉપયોગ થશે. ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા માટે રાજ્યના રોડ- રસ્તા ગુજરાતના વિકાસનો હાઇવે પુરવાર થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર રાજય મા રસ્તાઓનું અદભૂત નેટવર્ક અમે ઉભું કર્યુ છે. એટલું જ નહી રાજ્યના છેવાડાના વિસ્તારોને પણ પાકા રસ્તાથી આ સરકારે જોડી દીધા છે.


પટેલે જણાવ્યું હતું કે કે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણને જોડતા પ્રગતિપથને ચાર માર્ગીયકરણ કરવાની કામગીરી તબકકાવાર પ્રગતિમાં છે, ૨૪૯ કિ.મી.ના રૂા. ૭૭૫.૪૮ કરોડના અંદાજીત રકમના કામો પ્રગતિમાં રૂા.૧૫૨.૫૦ કરોડની રકમનાં પુલો (સ્ટ્રકચર)નાં કામો પ્રગતિમાં છે, ૩૨૯ કિ.મી. લંબાઇનાં રૂા. ૧૨૫૦ કરોડના કામો મંજુરીના વિવિધ તબકકામાં છે.ગુ જરાતના પવિત્ર યાત્રાધામો અંબાજી, ડાકોર, પાવાગઢ અને પાલિતાણાને જોડતા રસ્તાઓને પગદંડી સહિત ૩૭૫ કિ.મી.ના ચાર માર્ગીય કરવાના રૂા.૧૪૫૮ કરોડના કામ પૈકી, ૩૬ કિ.મી. લંબાઇની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારો વધુને વધુ સમૃધ્ધ થાય અને આર્થિક રીતે પગભર બને તે હેતુથી વર્ષ ૨૦૧૬-૧૭થી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે બીજા તબક્કામાં વર્ષ ૨૦૧૯-૨૦ તથા ૨૦૨૦-૨૧ કુલ ૬૩૫૩ કરોડના ૨૨૦૪૭ કિ.મી. લંબાઇના ૮૬૫૯ કામો મંજુર કરવામાં આવ્યા છે.
પાટનગર યોજના અંતર્ગત પટેલે જણાવ્યું હતું કે વિધાનસભાની સદસ્ય નિવાસ સમિતિની ભલામણ અનુસાર ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવવાની જાહેરાત કરી હતી અમદાવાદ શહેર તથા ગાંધીનગર ખાતે રૂા.૪૫૦.૦૦ કરોડની અંદાજી રકમથી વિવિધ કક્ષાના ૧૮૭૬ કવાટર્સના બાંધકામ માટે વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં રૂા. ૯૩.૯૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
અત્યંત મહત્વાકાંક્ષી અને દેશને એક અલગ ઓળખ આપનાર અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ્વે કોરીડોર- બુલેટ ટ્રેન પ્રોજેકટ સંદર્ભે પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આજદિન સુધી રૂા.૧૬૩૦ કરોડ ઇકવીટી પેટે આપવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૧-૨૨માં પણ આ પ્રોજેકટ માટે રૂા.૧૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top