Charchapatra

બાંગ્લાદેશમાં હિન્દુઓની મૂળ સોતા ઉખડી જવાની પીડા

બાંગ્લાદેશમાં અવામી લીગના સુપ્રીમો શેખ હસીના સરકારના પતન પછી નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના રાજમાં હિન્દુઓની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવા, કાતીલ ઝેર પીવડાવવા, ઘરોને સળગાવી દેવા, જમીનો પડાવી લેવા, હાથ-પગ કાપી નાખવા, હિન્દુ બહુમતી વિસ્તારોના પોલીસમથકો બંધ કરવા, પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ હોદ્દાઓ પર હિન્દુઓની નિયુક્તિ પ્રતિબંધિત કરવા, એસપી-ડીઆઈજીના પદો પર એકસોથી વધારે હિન્દુ અમલદારોને પાણીચું આપવા આદિની અગણિત ઘટનાઓ બની છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં ભયંકર હુમલાઓના ડરથી એક હજારથી ઓછા દુર્ગા પંડાલ બનવા, હિન્દુ મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવા અને અત્યાચારોના કારણે હિન્દુ મહિલાઓના આપઘાત કરવા ઇત્યાદિના અનેક કિસ્સાઓ બન્યા છે. બાંગ્લાદેશમાં છેલ્લા ૫૦ વર્ષમાં લાખો હિન્દુઓની હત્યા કરાઈ છે.
મણિનગર, અમદાવાદ      – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વાંચન અંગે વિશાળ દૃષ્ટિકોણનું વિવેચન 
19 મી જાન્યુઆરીના ગુજરાતમિત્રનાં ચર્ચાપત્રમાં શ્રી નેહાબેન શાહ વાંચન અંગે જે લખે છે એ વિદ્યાર્થી જીવનની યાદ અપાવે છે. વાંચન એ આત્માનો ખોરાક છે, એકાગ્રતાની કસોટી છે અને ચોક્કસ વૈચારિક ભૂમિકાની મૂડી છે. વાંચનથી વિચારોની સ્થિરતા સમજણની ગુણવત્તા અને અર્થઘટન કરવાની ક્ષમતામાં સતત વધારો થાય છે એ અનુભવ્યું છે. “વકીલાત નો તો ધંધો જ વાંચન”, જે શીખીને સમજીને લખું છું એ ચોક્કસ ગુજરાતી માતૃભાષાનાં સંવર્ધન અંગે શ્રી કે.વી.નાયક  સાહેબ ગુજરાતી ભાષા, શાળામાં ફરજિયાત ભાષા તરીકે ભણાવાય તેવો કાયદો થાય એ ઝુંબેશનું કારણ છે. જય જય ગરવી ગુજરાત 
નવસારી – રાજેન્દ્રસિંહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top