પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સની દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો સાથે માથાકૂટ બાદ માર મારવાના ગુનામાં અલ્પેશ કથીરિયા અને તેના ભાઈ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
આ દુકાન ચલાવતા અલ્પેશ કથીરિયાના ભાઈ સાથે પતંગની કિંમતને લઈને ગ્રાહકોની માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ ભાઈનું ઉપરાણું લઈ અલ્પેશ તેના ભાઈ સહિત ત્રણ ઈસમોએ ત્રણ ગ્રાહકો સાથે ઝઘડો કરી મારમારી કરી હતી. આ મારામારીને લઈ ચંદ્રેશ અને તેના ત્રણ મિત્રો સરથાણા પોલીસ મથકે પહોંચી ફરિયાદ આપી હતી. અલ્પેશ કથીરિયા વિરુદ્ધ બીએનએસની કલમ 352, 115 (2) અને 54 અંતર્ગત ગુનો દાખલ કરાયો છે.