ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે શ્રેણીની પહેલી મેચ બરોડા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ હેનરી નિકોલ્સ અને ડેવોન કોનવેએ પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી, જેનાથી મોટા સ્કોરનો પાયો નાખ્યો. કિવીઝ માટે ડેરિલ મિશેલ, હેનરી નિકોલ્સ અને ડેવોન કોનવેએ અડધી સદી ફટકારી. ભારત માટે હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ બે-બે વિકેટ લીધી.
ન્યુઝીલેન્ડે શ્રેણીની પ્રથમ વનડેમાં ભારતને ૩૦૧ રનનો લક્ષ્યાંક આપ્યો. રવિવારે વડોદરાના કોટમ્બી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ન્યૂઝીલેન્ડે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૦૦ રન બનાવ્યા. ડેરિલ મિશેલે ૭૧ બોલમાં ૮૪ રન બનાવ્યા. હેનરી નિકોલ્સે ૬૨ અને ડેવોન કોનવેએ ૫૬ રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ લીધી. કુલદીપ યાદવે એક વિકેટ લીધી. ફક્ત હર્ષિત રાણાએ 10 ઓવર પૂર્ણ કરી, 65 રન આપ્યા. સિરાજે તેની આઠ ઓવરમાં 40 રન આપ્યા.
ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે (૫૬), હેનરી નિકોલ્સ (૬૨) અને ડેરિલ મિશેલે (૮૪) અડધી સદી ફટકારી. મિશેલે ૭૧ બોલમાં ત્રણ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે ૮૪ રન બનાવ્યા. તે પોતાની સદી ચૂકી ગયો. કોનવે અને નિકોલ્સે પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી સાથે ટીમને મજબૂત શરૂઆત અપાવી.
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ.
ન્યુઝીલેન્ડ: માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિચ હે (વિકેટકીપર), જેક ફોક્સ, કાયલ જેમીસન, માઈકલ રે, આદિત્ય અશોક, ક્રિશ્ચિયન ક્લાર્ક.