અમદાવાદ : અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં આઈફોન સહિત બે મોબાઈલ ફોન મળી આવતા સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યુરિટી ઝોનમાં આરોપી વિશાલ ગોસ્વામીને જે બેરેકમાં રાખવામાં આવ્યો હતો, તે બોરેકમાંથી એક આઈફોન અને એક સાદો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઇલ ફોન મળી આવતા સુરક્ષાને લઈ અનેક સવાલો ઊભા થયા છે. આ બંને મોબાઈલ ફોનને લઈ સમગ્ર જેલ સ્ટાફની આ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ અગાઉ પણ સાબરમતી જેલમાંથી કેદીઓ પાસેથી મોબાઇલ ફોન કેટલીક પ્રતિબંધિત સામગ્રીઓ મળી આવી છે.