Charchapatra

યોગી- ભોગી- રોગી

‘યોગી બનો, જ્ઞાની બનો’. સારા યોગી પુરુષનો આ જીવન મંત્ર છે. એના જીવનનો નિત્યકમ વહેલી સવારે એ ઉઠી જાય છે. પછી એ એકાંતમાં એકાગ્ર મનથી પરમાત્માને દિલથી યાદ કરે છે. સવારની રોજનીશી પતી ગયા બાદ એ યોગી હોવા સાથે કર્મયોગી બનીને કર્મક્ષેત્રમાં જાય છે. એ કોઈપણ પ્રકારના વિકાર અને વ્યસનથી દૂર રહે છે. સાદુ ભોજન જમે છે. ચુસ્ત અને તંદુરસ્ત રહે છે. પરિવારની ફરજ અને જવાબદારી બરોબર અદા કરે છે. રાત્રે વહેલો સૂઈ જાય છે અને સવારે વહેલો ઉઠી જાય છે. માનવસેવા કરીને જીવનને ધન્ય બનાવે છે. ‘ખાવો પીવો અને જીવો’. ભોગી પુરુષનો આ જીવન મંત્ર છે એની રોજનીશી અસ્તવ્યસ્ત હોય છે. પરિવાર પ્રત્યે એની ઉદાસીનતાથી એ ખુદ હેરાન થાય છે અને પરિવાર પણ પરેશાન થાય છે. એવો બોધપાઠ શીખવા મળે છે. માણસે વ્યસનથી મુક્ત રહેવું. પરિવારને અર્ધી મંઝીલે છોડી જવાથી પરિવાર નોંધારો બની જાય છે.
ગોપીપુરા સુરત          – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top