ગંગવંશરાજાનું રાજ્ય ઉત્કલ ઉર્ફે કલિંગ ઉર્ફે ઓરિસ્સા, નરસિંહદેવ રામએ ચંદ્રભાગા અને દરિયાના મિલન પાસે બનાવેલ સૂર્યમંદિરની મૂળ ઊંચાઈ 227 ફુટ હતી. જે કોનાર્કના સૂર્યમંદિર તરીકે હવે ઓળખાય છે. કોણ એટલે ખૂણા અને અર્ક એટલે સૂર્ય. આ મંદિરનો કળશ એક શક્તિશાળી મેગ્નેટ હતો. એ બીજા પથ્થરોનો પોતાના તરફ ખેંચી રાખે. તે સમયે મંદિર બનાવવા 40 કરોડ સુવર્ણમુદ્રાનો ખર્ચ કરવામાં આવેલો. પોર્ટુગિઝોએ મંદિરના મેગ્નેટને તોડી નાખતા કાળક્રમે ઊંચાઈ ઘટી, એવું ત્યાના ગાઈડ સમજાવે છે.
વિષ્ણુ સહુરાણાના પુત્ર ધર્મપદે ફરી કળશ ચઢાવવાનું બીડુ ઝડપેલું. મોગલોએ એને ખંડિત કરેલો જે ભારત સરકારના પુરાતત્વ વિભાગે પુન: સુધાર્યો. માનવજીવનના ત્રણ તબક્કાઓ બાલ્યાવસ્થા, યુવાની અને વૃધ્ધાવસ્થાના જીવનને પ્રદર્શિત કરતા આ મંદિરમાં 7 ઘોડા અને 24 પૈંડાવાળો રથ જોવા મળ્યો. મધરટેરેસાએ કુષ્ટરોગીઓના દર્દી માટે કેન્દ્ર શરૂ કર્યું હતુ અહી. મંદિરનું દ્વાર સિંહદ્વાર તરીકે ઓળખાય.
મંદિરના પથ્થરો સિમેટ વગર જ એકબીજા સાથે જોડાય! અહીની સમ્મપલપુરી સાડીઓ પ્રખ્યાત આપણી રૂપિયા 20ની નોટ પર આ મંદિરના 6 નંબરનું ચક્ર અંકિત છે. ખરૂ આકર્ષણ અંતભાગમાં આવતા 24×24 ના નક્કર પથ્થરના કોલબેલે જમાવ્યું. એક છેડે નાનો પથ્થર લઈ ઠોકો તો સામે છેડે ઉભેલ વ્યક્તિને તેનો રણકાર સંભળાય. સ્વયં પ્રયોગ કરી ધન્યતા અનુભવી દુર્લભ હતી એ ક્ષણ.
સુરત – કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે