કાલોલ::
સરકાર સામે નિષ્ફળ નીતિઓ, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટ તંત્રના આક્ષેપો સાથે જનતાના હક, અધિકાર અને ન્યાય માટે મક્કમતાથી લડત લડવાનો સંકલ્પ લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા મંગળવારે રાત્રે પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં આવી પહોંચી હતી. યાત્રાના આગમન પ્રસંગે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. યાત્રા દરમિયાન “ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો” જેવા ઉગ્ર સૂત્રોચારો સાથે સરકારની નીતિઓ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જન આક્રોશ યાત્રા કાલોલ મામલતદાર કચેરી પાસે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી “બાબાસાહેબ અમર રહો”ના નારા સાથે આગળ વધારી હતી. યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, ભીખાભાઈ રબારી, ડૉ. ઈરફાન રાઠોડ, ભગુરાજસિંહ ચૌહાણ, હાલોલ વિધાનસભાના પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયા, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અનસભાઈ અંધી, પંચમહાલ જિલ્લાના મહામંત્રી સાજીદ વલી, ડૉ. રાજેશ બારીયા, રફિકભાઈ તિજોરીવાલા, યશવર્ધન રાઉલજી, જીતેન્દ્રભાઈ પરમાર, આબિદભાઈ શેખ, મિકી જોસેફ, જશવંતભાઈ પટેલ, રાજેશ હડિયલ, ભુપેન્દ્રભાઈ ખેર, પ્રદ્યુમનસિંહ પરમાર, સોમભાઈ રાઠવા, તેજેન્દ્રસિંહ પઢિયાર, ગજેન્દ્રભાઈ પરમાર, કીર્તિભાઈ રાણા, એજાજ શેખ, સલીમભાઈ મીર, મોહમ્મદભાઈ મકરાણી, અશોકભાઈ શાહ, કાજલબેન પરમાર, રાજેન્દ્રસિંહ જાદવ, અશોકભાઈ ઉપાધ્યાય, કિરણભાઈ, ટીનાભાઈ, નટુભાઈ, મુકેશભાઈ બારીયા સહિત કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓના કારણે સામાન્ય જનતા, ખેડૂત, યુવાન અને ગરીબ વર્ગ પર ભાર વધ્યો છે અને જન આક્રોશ યાત્રા દ્વારા જનતાનો અવાજ સત્તાધીશો સુધી પહોંચાડવામાં આવશે. કાલોલમાં યાત્રાના આગમનથી રાજકીય માહોલ ગરમાયો હતો અને કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.