Vadodara

શહેર-િજલ્લામાં કોરોનાનો વ્યાપ વધતાં 6000 બેડ ઊભા કરાશે

       વડોદરા : વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધતા વડોદરા કોવિડ પ્રભારી ડોક્ટર વિનોદ રાવે તાકીદની બેઠક બોલાવી કોરોનાવાયરસ ને નાથવા માટે રણનીતિ બનાવી ચોક્કસ નિર્ણયો લીધા છે.

વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસ નો વ્યાપ ચિંતાજનક વધ્યો છે કોરોના વાયરસનું સંક્રમણ પ્રખરતા વડોદરા તંત્ર એક્શનમાં આવ્યું છે અને ગુરુવારે રાત્રે વડોદરા કોવિડ પ્રભારી ડોક્ટર વિનોદ રાવે તાકીદની બેઠક યોજી હતી.

આ બેઠકમાં આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેષ પટેલ સહિતના અધિકારીઓ અને તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ બેઠક દરમિયાન કોરોના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે તે અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ ડો, વિનોદ રાવે જણાવ્યું હતું કે , ભારત માં જે પ્રમાણે કોરોનાની સેકન્ડ સાયકલ ચાલુ થઈ છે. તે પ્રમાણે ગુજરાતમાં પણ કોરોનાનો વ્યાપ વધ્યો છે. છેલ્લા દસ દિવસમાં વડોદરાની હોસ્પિટલમાં કોવિડ પોઝિટિવ દર્દીઓ માં ચિંતાજનક ઉછાળો આવ્યો છે.

વડોદરા શહેરમાં વીતેલા વર્ષે 3200 દર્દી કોવિડ પોઝિટિવ હતા ત્યારે 5400 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી ત્યારે હવે ફરી આ પરિસ્થિતિ ઉદભવતા હાલ હોસ્પિટલમાં 2200 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.ત્યારે  6000 બેડ ઉભા કરવાનું આયોજન હાથ ધરાયુ છે. 

જ્યારે  વડોદરા શહેરમાં ભીડ એકત્ર થતી હોય તેવી જગ્યા એટલે કે મોલ મલ્ટીપ્લેક્સ , એસટી , સિટી બસ સેવા, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, જિમ, સામાજિક,  સાંસ્કૃતિક, રાજકીય,  કાર્યક્રમો અંગે આવતીકાલે કલેકટર,  પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાશે. વધુમાં અપીલ કરી હતી કે નગરજનોએ ડરવાની જરૂર નથી કોવિડ સામે લડત ચલાવવા તંત્ર સજ્જ છે.  પરંતુ પ્રત્યેક વ્યક્તિએ માસ્ક પહેરવું સોસિયલ ડિસ્ટન્સ જાળવવું અને  સાવચેત રહેવું અનિવાર્ય છે .

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top