Business

દમણમાં બોર્ડ મુકાવો કે ગુજરાતીઓએ દારૂ પીવો નહીં

દમણ હવે એટલું બદલાઈ ગયું છે કે જાણે વિદેશમાં ફરતા હોઇયે! દમણમાં દારૂબંધી નથી તેથી દારૂ પીવાના શોખીન અને ન પીતા હોય તેવા સહેલાણીઓનું જાણે કે ઘોડાપુર ઉભરાતુ હોય! ક્યારેક ગાડી પાર્ક કરવા માટે જગ્યા મળવી મુશ્કેલ બને. અમે ખાણી પીની પતાવી દમણથી ગુજરાત પરત આવતા જોયુ કે અમુક ગાડી ચેકપોસ્ટ પર ચેકિંગ માટે રોકવામાં આવતી હતી. ગુજરાતમાં દારૂબંધી હોય દારૂની બોટલ તો લીધી નથી ને? કે (ડ્રાઇવર સહિત) દારૂ પીધો નથી. તેની  તપાસ કરવામાં આવતી હતી.

દમણમાં દારૂ પીનારાઓને ગ્રાહક ગણવામાં આવે અને દમણની ચેકપોસ્ટ છોડી ગુજરાતમાં પ્રવેશતા જ દારૂ પીનારા ગુનેગાર! એક જ દેશના વતની હોવા છતા આવો વિરોધાભાસ? જો આવી રીતે ગુજરાતી પ્રવાસીઓની કનડગત થતી હોય તો પછી દમણમાં બોર્ડ મુકાવી દો કે કોઈપણ ગુજરાતી પ્રવાસીઓયે દારૂ પીવો નહીં! અને દારૂ વેચતા તમામ લીકર શોપને આદેશ આપે કે તેવો કોઈપણ ગુજરાતી પ્રવાસીઓને દારૂ વેચે નહીં. ગુજરાતી પ્રવાસીઓ માત્ર ફરવા માટે જ આવી શકે છે, શું આ શક્ય છે? ગુજરાતથી પ્રવાસે ગયેલા પ્રવાસીઓનો અન્ય રાજ્યોમાં પણ ચેકિંગ ના બહાને તોડ પાડવામાં આવે છે. ગુજરાતના નાગરિકને થતી હેરાનગતી દૂર થાય તે મુજબ સરકાર પોલીસતંત્રને આદેશ આપે તે જરૂરી છે.
સુરત     –  વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top