હમણાં ‘ગુજરાતમિત્ર’ એ યોજેલી ક્રિકેટ શ્રેણીની એક ટીમ એસ.એચ.એમ. જે સ્ટ્રાઈકરનો હું કેપ્ટન છું. આ પત્ર તમારા આયોજનને વિશેષ ભાવે બિરદાવવા લખી રહ્યો છું.
મને લાગે છે કે આ ટૂર્નામેન્ટને એક ગ્રાન્ડ હેપનીંગ તરીકે જોવાવી જોઈએ. અત્યાર સુધી હું જેટલી પણ ટૂર્નામેન્ટ રમ્યો છું તેમાંની એક બેસ્ટ ટૂર્નામેન્ટ તરીકે તેને જોઉ છું. હું એ ટૂર્નામેન્ટમાં રમી શક્યો તેનો આનંદ અનુભવ છું. મને થાય છે કે આ પ્રકારની ટૂર્નામેન્ટ સતત રમાવી જોઈએ કારણ કે ક્રિકેટ માત્ર રમત નથી બલ્કે તેના વડે સમાજ એક થાય છે અને તમે એવી ટૂર્નામેન્ટનું આયોજન કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ‘ગુજરાતમિત્ર’ ફરી આવી ટૂર્નામેન્ટનું આયોજન કરે તે અનેક અર્થમાં મહત્વનું બનશે.
– લી. ઉસામા કાપડિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.