Dabhoi

ડભોઇ તાલુકામાં માવઠાથી ખેતીના નુકશાનના સર્વેમાં વ્હાલા દવલાની નીતિથી ખેડૂતોમાં રોષ

ડભોઇ: ડભોઇ તાલુકા ગત ૨૬ ,૨૭ ઓકટોબરના દિવસે પડેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં તૈયાર પાકને નુકશાન થતા ધરતીપુત્રોને રોવાનો વારો આવ્યો છે. હવે નુકસાન માટે શરૂ થયેલા સર્વેમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવતા ખેડૂતો રોષે ભરાયા છે.

ડભોઇ ના ધારાસભ્ય દ્વારા ખેડૂતોને ખેતીના નુકસાનીનો સર્વે કરવા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાંય ડભોઇ તાલુકાના ૫૨ ગામો માં સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો જ્યારે ડભોઇના ૬૨ ગામોમાં સર્વે બાકાત રાખવામાં આવતા ડભોઇ તાલુકા કોગ્રેસ દ્વારા ડભોઇના તમામ ખેડુતોનો સર્વે કરવામા આવે તેવી માગ કરવામાં આવી છે.

ડભોઇ તાલુકા કોગ્રેસ ના પ્રમુખ સુધીર બારોટે મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૮ -૨૦૦૯માં યુ.પી.એ. સરકાર દ્વારા દેવુ માફ કરી ખેડૂતો ને બેઠા કરવામાં મદદ થઈ હતી. ડભોઇ તાલુકાના ખેડૂતો માથે આફતની સ્થિતિમાં સરકાર દ્વારા દેવા માફી એ ઉતમ સાધન મનાય છે.

ડભોઇ તાલુકો ખેતી આધારિત હોય બેમોસમી વરસાદ ને કારણે ખેતી બરબાદ થઈ છે. હવે આવનાર સમયમાં સરકાર દ્વારા ખેડૂતો માટે કેવા પગલાં ભરાય છે એ જોવુ રહ્યું. ડભોઇ કોંગ્રેસ દ્વારા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે આ પ્રસંગે સુધીર બારોટ , પ્રહલાદ પટેલ , સતિષ રાવળ , અજય રાઠવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top