વડોદરા: જીવદયા પ્રેમી એવા શ્રીમતી મેનકા ગાંધી દ્વારા પીપલ ફોર એનિમલ સંસ્થાની સ્થાપવામાં આવેલી છે તેની સંસ્થાઓ દેશભરમાં મોટા શહેરોમાં આવેલ છે. શેરીમાં રખડતા કૂતરાઓ અને બીલાડીઓને ખોરાક પૂરો પાડીને તમની સંભાળ રાખવાનું કામ સંસ્થાના 50 જેટલા એકટીવ સભ્યો કરી રહયા છે.
વડોદરાની શીખા પટેલની આગેવાનીમાં સંસ્થાના એકટીવ સભ્યો તેમને સોંપેલા િવસ્તારમાં જઈને રખડતા કૂતરાઓ અને બીલાડીઓને ડોગ ફૂડ, પૌંઆ, ઈંડા, અને ભાત સહિતનો ખોરાક પીરસે છે. પીપલ ફોર એનિમલ સંસ્થા દ્વારા વડોદરામાં પ્રથમ વખત કૂતરા અને િબલાડીના બચ્ચાને એડપ્ટેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
અનસૂયાદેવી ચેરીટેબલ ટ્રસ્ટ, જયશ્રી હોસ્પિટલ, વી કેર, સહયોગથી આ કેમ્પ યોજવામાં આવ્યો. કેમ્પનું ઉદઘાટન સીન્ડીકેટ સેનેટ સભ્યો ડો. જીગર ઈનામદાર અને લાયન્સ ઈન્ટરનેશનલ 323-1એફના વાઈસ ડિસ્ટ્રીકટ ગવર્નર કૃષ્ણકાંત દેસાઈના હસ્તે કરવમાં આવ્યું. પીપલ ફોર એનિમલ સંસ્થા પાસે ઘણા બધા બીલાડીના અને કૂતરાના બચ્ચા છે. કારણ કે તેઓ જે સ્થળે ખોરાક આપે છે ત્યાં બચ્ચા થાય એટલે તેઓ તેની સારસંભાળ રાખે છે અન 2 થી 4 મહીના બાદ જોઈએ તેમને આપે છે કમાટીબાગ ખાતે યોજાયેલ કેમ્પમાં 700 થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.
સંસ્થાના અગ્રણી શીખા પટેલના જણાવ્યા મુજબ કૂતરા બિલાડીન બચ્ચાના વેચાણ ન કરીને તેને એડોપ્ટ કરવાની જરૂર છે. ઘરની ખાતરી કરતા કૂતરા ખરીદવા કરતા ઘર િવહોણા શેરી કૂતરા બીલાડીના બચ્ચાને ઘર આપવુ એ સારુ કામ છે. આ રીતે તેઓ શેરી કૂતરા ઓને એડોપ્ટ કરીને સારસંભાળ રાખવા માટેનો પ્રચાર પ્રસાર કરી રહયા છે.
વડોદરામાં પ્રથમ વખત યોજવામાં આવેલા કેમ્પને બહોળો પ્રતિસાદ મળ્યો છે અને વધુ લોકો શેરીના કૂતરા અને બિલાડીના બચ્ચાને દત્તક લેવા પ્રેરાઈ રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવસ દરમિયાન 29 શ્વાન અને 11 બિલાડીના બચ્ચાને લોકોએ એડોપ્ટ કર્યા હતા.