Business

”ફાઈનલમાં જોઈ લઈશું..”, પાકિસ્તાની બોલરે સૂર્યાકુમાર યાદવને ચેલેન્જ આપી

શ્રીલંકા પર પાકિસ્તાનની આસાન જીતથી એશિયા કપ ટુર્નામેન્ટ રસપ્રદ બન્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલની અટકળો તેજ બની છે. દરમિયાન પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ સૂર્યકુમાર યાદવને ચેલેન્જ આપી છે.

ગુરુવારે બાંગ્લાદેશ સામેની સુપર ફોરની મેચ પાકિસ્તાન રમશે. તે પહેલા આજે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ સૂર્યકુમારના નિવેદન અંગેના પ્રશ્નોને ટાળ્યા હતા. આફ્રિદીએ કહ્યું કે, આ તેમનો અભિપ્રાય છે, તેમને કહેવા દો.

જ્યારે અમે (રવિવારે સંભવિત ફાઇનલમાં) રમીશું ત્યારે જોઈ લઈશું. આફ્રિદીએ વધુમાં કહ્યું, અમે એશિયા કપ જીતવા માટે અહીં છીએ અને અમે તેને પ્રાપ્ત કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. ન તો ભારત કે ન તો અમે હજુ સુધી ફાઇનલમાં છીએ. જો ફાઇનલમાં અમારી ટક્કર ભારત સાથે થાય તો અમે જોઈ લઈશું.

સૂર્યકુમાર યાદવે શું કહ્યું હતું?
સૂર્યકુમારે પ્રેસ કોન્ફરન્સમાં ભારત-પાકિસ્તાનની સ્પર્ધા અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ બરોબરીની સ્પર્ધા રહી નથી. બરોબરીની જંગ ત્યારે હોય જ્યારે 15-20 મેચમાં સ્કોર 7-7 કે 7-8 હોય. આંકડા મને ખબર નથી પરંતુ અહીં તો 13-0 કે 12-1 એવા છે.

જણાવી દઈએ કે એશિયા કપમાં બંને ટીમો બે વાર એકબીજા સામે રમી છે, જેમાં બંને વખત ભારતે સરળ જીત મેળવી છે. એ નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ એશિયા કપ ગ્રુપ સ્ટેજ અને સુપર ફોર મેચોમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. બંને મેચ ખૂબ જ સ્પર્ધાત્મક રહી હતી.

રૌફ અને ફરહાનના ઉજવણી પર આફ્રિદીએ શું કહ્યું?
ભારત સામેની મેચ દરમિયાન હરિસ રૌફ અને સાહિબઝાદા ફરહાનના આક્રમક ઉજવણી અંગે ચર્ચા થઈ હતી. આફ્રિદીએ જવાબ આપ્યો આક્રમક બનવાની કોઈ ચોક્કસ યોજના નથી. અમે રમવાનું શરૂ કર્યું ત્યારથી જ આક્રમક રહ્યા છીએ. ક્રિકેટ આ રીતે રમાય છે અને તે ટીમનું મનોબળ ઊંચું રાખે છે.

Most Popular

To Top