મરાઠા અનામત કાર્યકર મનોજ જરાંગે પાટીલના નેતૃત્વમાં પાંચ દિવસના ઉગ્ર આંદોલન પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આઠમાંથી છ માગણીઓ સ્વીકારી લીધી છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં મરાઠા સમુદાયના સભ્યો દ્વારા આંદોલન જોવા મળ્યું. દક્ષિણ મુંબઈની પાંચ દિવસની ઘેરાબંધી બાદ આ આંદોલનનો અંત આવ્યો. 2 સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકારે 1918માં જારી કરાયેલા આદેશ ‘હૈદરાબાદ ગેઝેટ’ને લાગુ કરવા માટે એક સરકારી ઠરાવ જારી કરીને જરાંગે પાટીલની માગણી સ્વીકારી. આનાથી હવે મરાઠાવાડા ક્ષેત્રનાં મરાઠાઓને કુણબીઓની સમાન માનવામાં આવશે, જેઓ ઓબીસી શ્રેણી હેઠળ આવે છે.
સરકારે મરાઠાઓને તેમના કુણબી વંશના ઐતિહાસિક પુરાવા સાથે કુણબી જાતિ પ્રમાણપત્રો આપવા માટે એક સમિતિની રચનાની પણ જાહેરાત કરી હતી. મરાઠાઓને પહેલાંથી જ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (એસઈબીસી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) કલ્યાણ લાભો હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામત પ્રાપ્ત છે. જો કે, જરાંગે પાટીલે ઓબીસી શ્રેણી હેઠળ અનામતની માગણી કરી હતી. તેઓ મરાઠાઓને ઓબીસી શ્રેણીમાં સમાવવાનો આગ્રહ રાખે છે. આ માટે તેઓ કહે છે કે, મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્રો આપવાં જોઈએ, જેથી તેઓને ઓબીસીનો દરજ્જો મળે અને આમ તેઓ ઓબીસી અનામતનો દાવો કરી શકે. કુણબી જાતિ મોટા મરાઠા કુળનો ભાગ છે, જે મુખ્યત્વે યોદ્ધા સમાજમાં એક ખેડૂત સમુદાય છે.
સત્ય એ છે કે, સરકાર ઓબીસી અનામતમાંથી મરાઠાઓને અનામતની મંજૂરી આપી શકતી નથી. ભૂતકાળમાં વિવિધ સમિતિઓએ કહ્યું છે કે, મરાઠા સમુદાય સામાજિક રીતે પછાત છે તે સાબિત કરવું ખૂબ મુશ્કેલ છે. સુપ્રીમ કોર્ટે 2019માં આ જ આધારે ફડણવીસ સરકાર દ્વારા મરાઠા સમુદાયને આપવામાં આવેલી અનામતને રદ કરી હતી.જો કે, કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રમાં અનામતની ઊંચી ટકાવારી માટે કાયદો અને બંધારણમાં સુધારા લાવી શકે છે, જે પછી મરાઠા અનામત માટે માર્ગ મોકળો થશે. આ એક લાંબી પ્રક્રિયા છે અને કોઈને ખબર નથી કે તે ક્યારે થશે અથવા તે થશે કે નહીં. હાલમાં, મરાઠા આંદોલનનો ઉપયોગ વિવિધ રાજકીય સંગઠનો દ્વારા તેમના પોતાના ફાયદા માટે કરવામાં આવી રહ્યો છે.મહારાષ્ટ્ર સરકારે જરાંગે પાટીલની માગણી સ્વીકારવાનો નિર્ણય અન્ય નેતાઓ, ખાસ કરીને ઓબીસી સમુદાયના નેતાઓની સલાહ લીધા વિના કર્યો હતો.
આ વાત ગઠબંધન પક્ષોમાં જોવા મળતી અશાંતિ પરથી સ્પષ્ટ થાય છે. ઓબીસી સમુદાયના એક અગ્રણી નેતા અને શાસક મહાયુતિ ગઠબંધનમાં મંત્રી છગન ભુજબળે સતત મરાઠા અનામતનો વિરોધ કર્યો છે. ભૂતકાળમાં ભુજબળે પહેલાથી જ મર્યાદિત 27 ટકા ઓબીસી પૂલમાંથી મરાઠાઓને અનામત આપવાની માગણીનો વિરોધ કર્યો છે. જો કે, ભુજબળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના હોવા છતાં જેનું નેતૃત્વ મુખ્યત્વે મરાઠા જાતિના નેતાઓ કરે છે, તેમણે ખુલ્લેઆમ અને નિર્ભયતાથી વાત કરી છે. માલી સમુદાયના હોવાથી ભુજબળે વારંવાર સરકારને ચેતવણી આપી છે કે, મરાઠા અનામત રાજ્યના 350 ઓબીસી સમુદાયોની સાથે અન્યાય કરશે.
જેમને રાજકારણ કે શિક્ષણમાં પ્રતિનિધિત્વ મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ભુજબળનું વલણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વલણ સાથે સુસંગત છે, જેમણે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા સામે વારંવાર ચુકાદો આપ્યો છે. સરકારે જરાંગે પાટીલની માગણીઓ સ્વીકારી તેના એક દિવસ પછી, 3 સપ્ટેમ્બરના રોજ, ભુજબળે વિરોધમાં કેબિનેટ બેઠકમાંથી વોકઆઉટ કર્યું. બાદમાં તેમણે મિડિયાને જણાવ્યું કે, તેઓ સરકારના નિર્ણયને પડકારવા માટે હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જશે.
4 સપ્ટેમ્બરના રોજ ફડણવીસે દાવો કર્યો હતો કે, તેમણે ભુજબળ સાથે વાત કરી હતી અને તેમને ખાતરી આપી હતી કે, મરાઠાઓને અનામત આપવાના નિર્ણયથી ઓબીસી સમુદાયને કોઈ અસર થશે નહીં. જો કે, ભુજબળ હજી પણ અસંમત છે. તેમની દલીલ છે કે જો અસર તાત્કાલિક ન હોય તો પણ, જો મરાઠાઓને ખોટા દસ્તાવેજો જારી કરવામાં આવે તો 10-15 વર્ષમાં તેની અસર જોવા મળી શકે છે. ભુજબળે તેમના એક ઇન્ટરવ્યુમાં નિર્દેશ કર્યો છે કે, ભારતમાં લોકોનો ધર્મ બદલાઈ શકે છે, પરંતુ તેમની જાતિ બદલાઈ શકતી નથી.
રાજકીય અને સામાજિક બન્ને રીતે એક પ્રભાવશાળી જાતિ તરીકે મરાઠાઓ તેમની જાતિ ઓળખ પર ખૂબ ગર્વ અનુભવે છે. ભુજબળે મરાઠા સમુદાય સાથે સંકળાયેલા અસંખ્ય જાતિ આધારિત અત્યાચારો તરફ પણ ઇશારો કર્યો છે.મરાઠા અનામત આંદોલને જરાંગે પાટીલને ફડણવીસ સામે ઊભા કરી દીધા હતા. મહાયુતિ ગઠબંધનમાં સામેલ બે અન્ય પક્ષો – શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજીત પવાર) -ના નેતાઓ મરાઠા હોવા છતાં જરાંગે પાટીલે તેમની ટીકા ફડણવીસ પર કેન્દ્રિત કરી, જે બ્રાહ્મણ સમુદાયના છે.ઓબીસી સમુદાયના નેતાઓએ શાસક અને વિપક્ષી બંને પક્ષોના મરાઠા નેતાઓ પર જરાંગે પાટીલ દ્વારા પોતાનો એજન્ડા આગળ ધપાવવાનો આરોપ લગાવ્યો છે.
મરાઠા અનામતની માંગ લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ મહારાષ્ટ્રમાં નાગરિક અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ પહેલાં આંદોલન ફરી શરૂ થયું હોવાથી આ આંદોલનથી કોને રાજકીય રીતે ફાયદો થશે તે તપાસવું રસપ્રદ રહેશે. આંદોલન ઘણાં લોકોની અપેક્ષા કરતાં વહેલું સમાપ્ત થયું હોવાથી તેની અસર અંગેના પ્રશ્નો હજી પણ લોકોના મનમાં છે. પરંપરાગત રીતે, મરાઠા સમુદાય આ પ્રદેશમાં શાસક અને જમીન માલિક સમુદાય રહ્યો છે. જો કે, ખેતીલાયક જમીનના વિભાજન અને આબોહવા પરિવર્તન અને અન્ય પરિબળોને કારણે કૃષિસંકટને કારણે સમુદાય હવે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. તે શહેરી વિસ્તારોમાં નોકરીઓ તરફ વળ્યો છે.
આના કારણે પ્રશ્ન ઊભો થયો છે કે, મરાઠાઓમાં ગરીબોને રાજ્યમાં ઓબીસી જેવા અનામતનો લાભ કેમ ન મળવો જોઈએ. જો કે, આંદોલન પાંચ દિવસમાં સમાપ્ત થઈ ગયું, પરંતુ તેને મોટો પ્રતિસાદ મળ્યો. હવે, પ્રશ્ન એ છે કે તેનાથી રાજકીય રીતે કોને સૌથી વધુ ફાયદો થશે? છેલ્લા ત્રણથી ચાર દાયકામાં ભાજપે ઓબીસી સમુદાયને પોતાની ખાતરીપૂર્વકની વોટબેંક તરીકે ઉછેર્યો છે. ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં ભાજપના વિચારક વસંતરાવ ભાગવતે વિવિધ ઓબીસી સમુદાયોને સામેલ કરવાનો અને તેમના નેતાઓને ભાજપ નેતા તરીકે પ્રોત્સાહન આપવાનો વિચાર રજૂ કર્યો હતો.
૧૯૯૫માં મહારાષ્ટ્રમાં પહેલી વાર સત્તામાં આવેલી ભાજપ સરકારમાં ગોપીનાથ મુંડે અને અન્નાસાહેબ ડાંગે જેવા કેટલાક નેતાઓને મહત્ત્વ આપવામાં આવ્યું હતું.આનાથી ભાજપ એક એવો પક્ષ બન્યો જેને મહારાષ્ટ્રમાં ઓબીસી સમુદાય તરફથી નોંધપાત્ર રાજકીય ટેકો મળ્યો. બીજી તરફ, ૧૯૯૯માં રચાયેલી શરદ પવારની એનસીપી હંમેશાં મુખ્યત્વે મરાઠા રાજકીય સંગઠન હોવાનું જણાય છે. કોંગ્રેસમાં પરંપરાગત રીતે મુખ્યત્વે મરાઠા સમુદાયના અને કેટલાક એસસી-એસટી વર્ગના નેતાઓ છે.
કેટલાક નિરીક્ષકો માને છે કે, ભાજપને રાજકીય રીતે લાભ મળવાની સંભાવના છે. કારણ કે, આગામી ચૂંટણીમાં ઓબીસી એક થઈને પાર્ટીને ટેકો આપે તેવી શક્યતા છે. બીજું પરિબળ મુખ્ય પ્રધાનપદનો ચહેરો છે. ઘણાં લોકો દલીલ કરે છે કે, મરાઠાઓ મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ મુખ્યમંત્રી હોવાથી નારાજ છે, પરંતુ પાર્ટીનાં કેટલાંક આંતરિક સૂત્રો દ્વારા રજૂ કરાયેલ એક રસપ્રદ અવલોકન એ છે કે જો અનામતના મુદ્દા પર ઓબીસી અને મરાઠાઓ વિભાજિત થાય છે તો બંને પક્ષો એવા ચહેરાને પસંદ કરી શકે છે જે ન તો મરાઠા હોય કે ન તો ઓબીસી! આ વર્તમાન પરિસ્થિતિમાં ફડણવીસની સ્થિતિને મજબૂત બનાવે છે!જો કે, હજી આ બધું અણધાર્યું છે. ઘણાં લોકો માને છે કે આગામી નાગરિક ચૂંટણીઓ તેમ જ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મહારાષ્ટ્રમાં યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં મરાઠાઓ અને ઓબીસીના ધ્રુવીકરણને કારણે ભાજપને મજબૂતી મળવાની અપેક્ષા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.