બનાવની જાણ બહાદરપુર ગ્રામજનોને થતા લોકટોળા અજગરને જોવા ભેગા થઈ ગયા
પ્રતિનિધિ સંખેડા
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ગામે અવારનવાર અજગર જોવા મળે છે. છોટાઉદેપુરથી પ્રતાપનગર તરફ જતી છેલ્લી ટ્રેનની અડફેટે અજગર આવી જતા તે કપાઈ ગયો હતો. અંદાજે આ અજગર 11 ફૂટ જેટલો લાંબો હોવાનો એનિમલ રેસ્ક્યુ ટિમના સચિન પંડિતે જણાવ્યું હતું. રેલવે ટ્રેક પરથી અજગર પસાર થતો હશે તે દરમિયાન ટ્રેન આવી જતા ટ્રેનના પૈડા નીચે અજગર આવી ગયો હતો તેને કારણે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં અજગરના શરીરના બે ટુકડા થઈ ગયા હતા.
આ અંગે તાત્કાલિક એનિમલ રેસક્યુ તેમના સચિન પંડિતને જાણ કરી હતી તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જંગલ ખાતાને જાણ કરાતા જંગલ ખાતાના કર્મચારીઓ પણ સ્થળ પર આવી અજગરના મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.