Dabhoi

ડભોઇની વોલ પ્લાસ્ટ કંપની પાસે લાફીની પાઉડર ભરેલી હાઇવા પલટી

ડભોઇ:;ડભોઇના પનસોલી ગામની સીમમા લાફી બનાવતી વોલ પ્લાસ્ટ કંપની પાસે પાઉડર ભરેલી હાઈવા ટ્રક રિવર્સ લેતા ભીની માટી ફસડાઈ પડતા ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રકમાં ભરેલો પાઉડર માર્ગની બાજુમાં ઠલવાઈ ગયો હતો. સદનસીબે ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.
ડભોઇના પનસોલી ગામની સીમમાં આવેલી લાફી બનાવતી વોલ પ્લાસ્ટ કંપની પાસે લાફીનો પાઉડર ભરેલી ટ્રકને રીવર્સ લેતા માર્ગ ની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને કારણે ટ્રકમાં ભરેલો પાઉડર માર્ગની બાજુમાં ખેતરના શેઢે ઠલવાઈ ગયો હતો. અકસ્માતમાં ટ્રકના કાચ તૂટી જવા પામ્યા હતા. બનાવમાં ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. બનાવનવા પગલે આજુબાજુના લોકો તેમજ કંપનીના કામદારો બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા. બાદમાં ક્રેઈન ધ્વારા ટ્રકને સીધી કરાઈ હતી. અકસ્માત માં પાઉડર ખેતર માં ઠલવાઈ જતા નુકશાન થવા પામ્યું હતું.

Most Popular

To Top