ડભોઇ:
દેશની રક્ષા કાઝે શહીદી વહોરનાર દેશના વીર સપૂતોના બલિદાનની યાદમાં તિરંગા યાત્રા નું આયોજન કરાયું હતું. દેશ ની આઝાદીના ૭૯ માં સ્વતંત્ર પર્વ અગાઉ યોજાયેલ “તિરંગા યાત્રા” થી ડભોઇ નગર દેશપ્રેમ અને દેશદાઝના રંગે રંગાયું હતું.જે તિરંગા યાત્રા તિરંગા ધ્વજ સાથે નગરના રાજમાર્ગો થી પસાર થઈ સેવાસદન ખાતે પૂર્ણ કરાઈ હતી.
ડભોઇ ના ટાવર ચોકથી તિરંગા યાત્રાનું આયોજન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.નડભોઇ નગર “ભારત માતા કી જય” ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.આ યાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંત પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી ડૉ.બી.જે.બ્રહ્મભટ્ટ,bજિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ, ડભોઇ શહેર ભાજપ પ્રમુખ દિક્ષિત દવે, પૂર્વ પ્રમુખ ડૉ.સંદિપ ભાઈ શાહ અને હોદેદારો, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,ચીફ ઓફિસર, શાળાના વિદ્યાર્થીઓ, એનસીસીના કેડેટ્સ, હિન્દુ મુસ્લિમ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.