Madhya Gujarat

સ્પેક, આણંદ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરાઇ

       આણંદ: તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગના મિકેનિકલ વિભાગ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી વર્કશોપમાં કરવામાં આવી. ભગવાન વિશ્વકર્મા તેમના વાહનો અને શસ્ત્રો સાથે હિન્દૂ દેવી-દેવતાઓની મહેલોનું બાંધકામ કરનાર અને સ્થાપક ગણાય છે. વિશ્વકર્મા વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ માનવામાં આવે છે. આ દિવસે ઉદ્યોગો, કારખાનાઓ અને તમામ પ્રકારના મશીનોની પૂજા કરવામાં આવે છે.

  વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી કોઈને કોઈ મશીનરીનો ઉપયોગ જરૂર કરે છે, જેમ કે કમ્પ્યૂટર, બાઇક, કાર, પાણીની મોટર, વીજળનાં ઉપકરણથી લઈ મોબાઇલ. ભગવાન વિશ્વકર્મા આ તમામના દેવતા માનવામાં આવે છે.

એવી માન્યતા છે કે, ભગવાન વિશ્વકર્માની પૂજા કરવાથી મશીનરી લાંબો સમય સુધી સાથ નિભાવે છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન વિશ્વકર્મા જયંતિની ઉજવણી મિકેનિકલ વિભાગ દ્વારા વર્કશોપમાં કરવામાં આવી જ્યાં મિકેનિકલ વિભાગના બધા મશીનો અને સાધનોની પુજા બધા અઘ્યાપકોની હાજરીમાં સંસ્થાના સેક્રેટરી  શિતલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

આ ઉપરોક્ત પ્રવુતિના આયોજન માટે સંસ્થાના ચેરમેન ગિરીશ પટેલ સેક્રેટરી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીઓ જૈમિન પટેલ ધર્મેશ પટેલ વિકાસ પટેલ બ્રિજેશ પટેલ ભાવિન પટેલ સર અને સ્પેક એન્જીનિયરીંગના આચાર્ય ડૉ. (પ્રો) કિરીટકુમાર ભટ્ટ સરે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે મિકેનિકલ વિભાગ અને વર્કશોપ દ્વારા પ્રતિ વર્ષ નિયમિત પણે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે મશીનોની પૂજા કરવામાં આવે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top