ડભોઈ: ડભોઇ સરીતા રેલ્વે ફાટક ઓવર બ્રીજ ચડતા માલ ભરેલી હાઇવા ટ્રક ખોટકાઈ હતી.જેના કારણે સવારમાં બે કલાક ટ્રાફિકને વેગાથી તરસાના ફાટક થઈ ડભોઇમાં ડાઇવર્ટ કરાયો હતો.જ્યારે ખોટકાયેલી ટ્રકને ક્રેઈનની મદદથી બાજુ પર ખસેડાયા બાદ રસ્તો ખુલ્લો કરાયો હતો.

ડભોઇ વડોદરા માર્ગ પર સ્ટેચ્યુ ઑફ યુનિટી તરફ જતા રોડ પર ડભોઇ ના સરિતા બ્રીજ પાસે રસ્તાની વચ્ચે જ માલ ભરેલી હાઇવા ટ્રક ખોટકાઈ ગઈ હતી.જેના કારણે માર્ગની એક બાજુ બંધ થઈ ગઈ હતી.જેથી વાહનો નો ખડકલો થઈ ગયો હતો.જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક સમસ્યાને લઈ વાહન ચાલકો ધ્વારા પોલીસ ને જાણ કરાઈ હતી. ટ્રાફિક સમસ્યાને લઈ ઘટના સ્થળે ધસી આવેલી પોલીસે ટ્રાફિક હળવો કરવા વાહનો ને બન્ને તરફથી ડાયવર્ટ કરાયા હતા.જેના કારણે ડભોઇ નગર ના રાજમાર્ગો પર ફોર વ્હીલર વાહનોની ભરમાર જોવા મળી હતી. કુતુહલવશ થયેલા લોકો એ તપાસ કરતા ખબર પડી કે સરિતા બ્રીજ પાસે મોટો ટ્રક ખોટકાઈ જવાના કારણે વાહનો ડાઈવર્ટ કરાયા છે.જેથી બે કલાકની જહેમત બાદ ખોટકાયેલી ટ્રક ને ક્રેઈન ની મદદ થી બાજુ પર ખસેડાતા સમસ્યાનો અંત આવ્યો હતો.જેથી વાહન ચાલકો ને હાશકારો થવા પામ્યો હતો.
નર્મદા નદીનો રંગ સેતુ બ્રિજ ક્ષમતા ચકાસણી માટે બંધ કરાયો
ડભોઇ રાજપીપલાને જોડતા રંગસેતુ બ્રિજને ક્ષમતા ચકાસણી અર્થે ભારદારી વાહનો માટે પાંચ દિવસ બંધ કરવા આદેશ અપાયો છે.જેથી ડભોઇથી રંગસેતુ બ્રીજ થઈ રાજપીપલા કે મહારાષ્ટ્ર તરફ જતા અને ડભોઇ તરફે આવતા ભારદારી વાહનોને ડભોઇથી તિલકવાડા,ગરૂડેશ્વર થઈ રાજપીપલા તરફ ડાયવર્ટ કરાયા છે.
રંગસેતુ બ્રીજની પણ ખરાબ હાલત બતાવેલ હોય લોડ ટેસ્ટ થયા બાદ જ રંગસેતુ બ્રીજ ભારદારી વાહનો માટે ખુલ્લો મુકાશે તેવી માર્ગ અને મકાન વિભાગ ધ્વારા રાજ્ય સરકારને સંબોધીને કલેક્ટર પાસે માંગ કરાઈ છે.