Dabhoi

ડભોઇમા યા હુસૈન…યા હુસૈન… ના નારા સાથે નિકળેલું તાજીયા જુલુશ શાંતિપુર્ણ રીતે સંપન્ન

ડભોઈ: મહોરમ પર્વે ડભોઇના જુદાજુદા વિસ્તારોમા પ્રસ્થાપિત કરાયેલા કલાત્મક તાજીયાના શહીદે કરબલાની યાદમા યા હુસૈન…. યા હુસૈન…ના નારા સાથે જુલુશ નિકળ્યા હતા.એક પછી એક વકીલ બંગલાથી ક્રમ મુજબ તાજીયા ડભોઇના રાજમાર્ગો પર હજારો મુસ્લીમ બિરાદરોની હાજરી મા આગળ ધપતા હતા.નોબત પિટ્ટણી અને અખાડાના કરતબ કરતા યુવાનો ધાર્મિક શ્રધ્ધા સાથે નિકળેલા તાજીયા જુલુશમા પોલીસના લોખંડી બંદોબસ્ત સહીત શાંતિપુર્ણ અને ભાઇચારાના વાતાવરણમા વકીલ બંગલાથી કન્યાશાળા, લાલબજાર થઈ ટાવર આવતા ત્યા હાજર રાજકીય અગ્રણીઓએ ફુલહારથી સ્વાગત કરી તાજીયા જુલુશ આગળ ધપતા કાજીવાડા મસ્જીદ ચોકમા સલામ પઢી વિસર્જીત કરાયા હતા.
ડભોઇ શહેર તાલુકામા મહોરમ પર્વે પ્રસ્થાપિત કરાયેલા કલાત્મક તાજીયા નગર ના વ્હોરવાડ,કડીયાવાડ,તલાવપુરા, દુધિયાપીર દરગાહ,ખલી મહોલ્લા,પાંચબીબી દરગાહ, સોણેશ્વર સોસાયટી અને ઇદગાહ મહોલ્લા સહીતના વિસ્તારોમાથી તાજીયા જુલુશ નગરના રાજમાર્ગો પર યા હુસૈનના નારા સાથે ધાર્મિક શ્રધ્ધા અને કરબલાના શહીદોની યાદમા જુલુશ કાઢવામા આવ્યા હતા.જે વકિલ બંગલા lથી ડભોઇના રાજમાર્ગો પરથી પસાર થઈ કાજીવાડા મસ્જીદ ચોકમાં વિસર્જન કરાયુ હતુ.જ્યારે ગ્રામ્ય વિસ્તારોમા સેગુવાડા, સિંધીયાપુરા,ચણવાડા,કાયાવરોહણ,કનાયડા,મોતીપુરા અને સિતપુર સહીતના ગામો મા પણ ધાર્મિક એખલાસ સાથે મહોરમ પર્વે તાજીયા જુલુશ નિકળ્યા હતા.આમ ડભોઇ શહેર તાલુકામા ભાઇચારા ના વાતાવરણમા મહોરમ પર્વની ઉજવણી કરાઇ હતી.જેમા ડભોઇ નગર પાલિકા, મધ્ય ગુજરાત વીજ કંપની, પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ સહીત તમામ તંત્રે જહેમત ઉઠાવી હોય મુસ્લીમ સમાજે આભાર માન્યો હતો.

Most Popular

To Top