પરીણીતાએ બુમાબુમ કરતા પાડોશી સ્થળ પરથી ભાગી ગયો, છેડતીની પોલીસ ફરિયાદ, અગાઉ મહિલા પાસે પાડોશીએ બીભત્સ માગણી કરી હોવાનો આક્ષેપ
પ્રતિનિધિ વડોદરા તા.25
વડોદરા જિલ્લાના પાદરા પાસેના એક ગામમાં રહેતી પરીણીતા પાણી ભરવા માટે ગઇ હતી ત્યારે પાડોશીએ તેનો પીછો કર્યો હતો અને હાથ પકડીને ખેતરમાં ખેંચીને લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરીણિતાએ બુમાબુમ કરતા પાડોશી ત્યાંથી ભાગી ગયો હતો. દરમિયાન પરીણીતાએ અભયમની મદદ લેતા તેમની સાથે જઇને પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે.
વડોદરા જિલ્લાના પાદરા પાસેના ગામમાંથી પરીણીતાએ 181 મહિલા હેલ્પલાઈન પર કોલ કરીને જણાવ્યું હતું કે હું પાણી ભરવા માટે ગઇ હતી તે સમય દરમિયાન પડોશીએ મારો કર્યો હતો. ત્યારબાદ મારી એકલતાનો લાભ લઇને તેણે મને પકડી ખેતરમાં ખેંચીને લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મે બુમાબુમ કરત પાડોશી સ્થળ પરથી ભાગી ગયો હતો. ત્યારબાદ અભયમની ટીમનો સંપર્ક કરતા સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને ટીમ દ્વારા પરીણિતાને સાંત્વના આપવામા આવી હતી. પાડોશી દ્વારા કરવામાં આવેલી બળજબરીના કારણે પરીણિતાને રક્ષણ માટે વડુ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામા આવી હતી. ઉપરાંત આ 27 વર્ષની પરિણીતા ઘરમાં એકલા હોય તે દરમિયાન પાડોશી ગમે તેવા ઈશારા કરીને હેરાન પરેશાન પણ કરતો રહેતો હતો. આ પાડોશીએ એક વર્ષ પહેલા પણ જાતીય સબંધ રાખવા માટે બળજબરી કરી હતી. પરંતુ મે ના પાડતા મને દંડાથી માર્યો હતો પરતું પાડોશી હોવાથી અગાઉ પોલીસ ફરિયાદ આપી ન હતી. વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે તેઓ ખેતી અને મજૂરીનું કામ કરે છે. જેથી એકલા જવા આવવાનું થાય છે. તેઓને ડર હતો કે ફરીથી પણ આવો પ્રયાસ કરશે. જેથી અભયમની મદદથી પાડોશી સામે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામા આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગણી પણ કરવામાં આવી છે.