Vadodara

આશિષ જોશીના પત્નીએ લેન્ડ ગ્રેબિંગ મામલે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ એડવોકેટ મારફતે સોગંદનામું રજૂ કર્યું


(પ્રતિનિધિ) વડોદરા તા.19

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત રતિલાલ પાર્ક,કલાદર્શન ચારરસ્તા ખાતે આવેલા મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષ જોશીના મકાન સહિતના કુલ 19 લોકોને તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિગ ની નોટિસ આપવામાં આવી હતી જેમાં સોમવારે આશિષ જોશીના પત્ની કે જેઓના નામે મકાનનો દસ્તાવેજ છે તેઓ દ્વારા પોતાના વકીલ હિતેશ ગુપ્તા મારફતે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, વડોદરા સમક્ષ સોધગંદનામું રજૂ કરીને ખુલાસો આપવામાં આવ્યો હતો.

વડોદરાના ઇલેક્શન વોર્ડ નં.15 ના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષ જોશી સહિત કુલ 19 લોકોને તંત્ર દ્વારા ધી ગુજરાત લેન્ડ ગ્રેબિગ (પ્રોહિબિશન) એક્ટ 2020 અનન્વયે નોટિસ આપવામાં આવી હતી અને તા.17 મે,2025 ના રોજ શનિવારે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી વડોદરા ખાતે સાંજે પાંચ વાગ્યે સુનાવણી માટે હાજર રહેવા જણાવાયું હતું પરંતુ સુનવણી સમયના અડધા કલાક પહેલાં જ એક નોટિસ પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ગત તા 18 જાન્યુઆરી,2024 ના રોજ શહેરના હરણી લેકઝોન ખાતે બોટ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 12 નિર્દોષ બાળકો તથા 2 શિક્ષિકાઓ મળીને કુલ 14 લોકોના મોત નિપજ્યા હતા મૃતકોના પરિવારના ન્યાય માટે ઝઝૂમતા સમગ્ર મામલે મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષ જોશી તરફ આંગળી ચિંધાઈ હતી જેના કારણે મોવડી મંડળ દ્વારા તેમને પક્ષમાંથી પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા ત્યારબાદ તંત્ર દ્વારા આશિષ જોશી સહિત કુલ 19 લોકોને લેન્ડ ગ્રેબિગ ની નોટિસ ફટકારી હતી અને તા.17 મે 2025 ના રોજ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ની કચેરી, વડોદરા ખાતે હાજર રહેવા નોટિસ આપી જણાવાયું હતું પરંતુ સમયના અડધા કલાક પહેલાં આ નોટીસ પરત ખેંચવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે આશિષ જોશીના પત્ની વૈભવી આશિષ જોશી કે જેઓના નામે વાઘોડિયારોડ ખાતે આવેલા કલાદર્શન ચારરસ્તા નજીક પશુપતિનાથ મહાદેવ મંદિરની બાજુમાં રતિલાલ પાર્ક સોસાયટીમાં તા. 06-08-2009 માં વેચાણ દસ્તાવેજ થી આ મકાન ખરીદવામાં આવ્યું હતું.અગાઉ 1997 માં અહીં સ્કૂલ હતી તે જ ખરીદી એ બાંધકામ ની જગ્યામાં આશિષ જોશી પરિવાર સાથે રહે છે આ જમીન પર આશરે છ દાયકાથી લોકો રહે છે આજથી ત્રીસ વર્ષ અગાઉ પશુપતિનાથ મહાદેવ મંદિર બન્યું હતું અહીં કોઇપણ પ્રકારના વધારાનું કોઇ જ બાંધકામ કરવામાં આવ્યું નથી તે બાબતે એડવોકેટ હિતેશ ગુપ્તા દ્વારા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી વડોદરા સમક્ષ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કોઇપણ પ્રકારના બાંધકામ કરવામાં આવ્યા નથી અને જે કંપાઉન્ડ વોલ છે તે પણ અગાઉની હોવાનું જણાવાયું છે.

બોક્સ

આગામી દિવસોમાં દસ્તાવેજી પૂરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવશે.

વાઘોડિયારોડ કલાદર્શન ચારરસ્તા નજીક રતિલાલ પાર્ક ખાતે આશિષ જોશી નું મકાન આવેલું છે જેમાં લેન્ડ ગ્રેબિગ ની નોટિસ આપવામાં આવી હતી આ મકાન નં 31તા.06-08-2009 માં વૈભવી આશિષ જોશીએ ખરીદ્યું હતું જેનો દસ્તાવેજ વૈભવીબેનના નામે છે સદર મિલકતના દસ્તાવેજમા ચતુર્સીમા દક્ષિણે ફાયનલ પ્લોટ નં.381 તથા મહાદેવ મંદિરનો ઉલ્લેખ છે આ મિલ્કતમાં કોઇ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું નથી.આ સમગ્ર બાબતે આજે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરીશું.

-એડવોકેટ હિતેશ ગુપ્તા

Most Popular

To Top