World

પોપ બનવાની ‘ઈચ્છા’ સાથે ટ્રમ્પે પોતાનો AI ફોટો શેર કરતાં સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. પોપ ફ્રાન્સિસના અવસાનના થોડા દિવસો પછી ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાની એક AI-જનરેટેડ તસવીર શેર કરી, જેમાં તેઓ પોપના પોશાકમાં જોવા મળી રહ્યા છે.

આ તસવીર વ્હાઇટ હાઉસના સત્તાવાર હેન્ડલ પરથી પણ પોસ્ટ કરવામાં આવી હતી, જેના પછી સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. થોડા દિવસો પહેલા, ટ્રમ્પે મજાકમાં કહ્યું હતું કે, મને આગામી પોપ બનવાનું ગમશે. આ નિવેદન પછી તેમનો ‘પોપ અવતાર’ સામે આવ્યો છે, જેમાં તેમના ગળામાં ક્રોસ છે અને તેઓ સંપૂર્ણપણે પોપ જેવા પોશાક પહેરેલા છે.

જોકે કેટલાક યુઝર્સે તેને હળવાશથી લીધું હતું પરંતુ મોટાભાગના લોકોએ તેને પોપ ફ્રાન્સિસ પ્રત્યે અસંવેદનશીલ અને કેથોલિક ચર્ચની મજાક ગણાવી હતી. એક યુઝરે લખ્યું, આ ચર્ચ અને ખુદ ભગવાનનું અપમાન છે. ટ્રમ્પ શેતાન છે. બીજા એક ટ્વિટરે કહ્યું: આ અત્યંત નાર્સિસિસ્ટિક અને અપમાનજનક છે. રિપબ્લિકન આવા વ્યક્તિને મત આપે છે?

નોંધનીય છે કે પ્રથમ લેટિન અમેરિકન પોપ પોપ ફ્રાન્સિસનું 22 એપ્રિલના રોજ 88 વર્ષની વયે અવસાન થયું હતું. ટ્રમ્પ 26 એપ્રિલના રોજ સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. નવા પોપની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી ટ્રમ્પના આ પગલા પછી લોકો ‘વેટિકનને ફરીથી મહાન બનાવો’ જેવી ટિપ્પણીઓ કરી રહ્યા છે, જે તેમના પ્રખ્યાત ચૂંટણી સૂત્ર ‘અમેરિકાને ફરીથી મહાન બનાવો’ થી પ્રેરિત છે.

જોકે, ગંભીર ચર્ચાઓમાં ટ્રમ્પે ન્યૂ યોર્ક કાર્ડિનલ ટિમોથી ડોલનને આગામી પોપ બનવા માટે યોગ્ય ગણાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કોઈ અમેરિકન નાગરિક પોપ બન્યો નથી અને કેથોલિક ચર્ચે હજુ સુધી આગામી પોપની જાહેરાત કરી નથી.

Most Popular

To Top