ભારત દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ઘુસણખોરી કરી દેશમાં રહેતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સર્ચ ઓપરેશન હેઠળ વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં રહેતા આશરે 1944 જેટલા શંકાસ્પદ ઇસમોને ચકાસી જરૂરી પુછપરછ કરાઈ હતી જેમાં ગઇ તા. 30-4-2025 ના રોજ એલ.સી.બી. તથા એસ.ઓ.જી શાખા વલસાડના પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્રારા ભારત દેશમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી ભારતમાં વસવાટ કરતા લોકોની શોધખોળ કરવા ટેકનીકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે વર્ક આઉટ કરી વાપી વિસ્તારમાં રહેતા શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરી જરૂરી પુછપરછ તેમજ ચેકિંગ કરતા બાંગ્લાદેશના ત્રણ પુરૂષ તથા એક મહીલા ગેરકાયદે રીતે ભારત દેશમાં વસવાટ કરતા હોવાની હકીકત ધ્યાન પર આવી હતી.
પશ્ચિમ બંગાળની બોર્ડરથી દેશમાં ઘૂસ્યા
વાપી વિસ્તારમાં મળી આવેલા બાંગ્લાદેશના નાગરીકોની પ્રાથમિક પુછપરછ કરતા આ બાંગ્લાદેશી નાગરિકો પોતાના દેશથી પ્રથમ બાંગ્લાદેશના સાતખીરા બોર્ડરથી ભારત દેશના પશ્ચિમ બંગાળની બોર્ડર થઇ ભારત દેશમાં ઘુસણખોરી કરી હતી. પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકો ગેર કાયદેસર રીતે ભારત દેશના અલગ અલગ રાજયોમાં રહેતા હતા અને કંપનીઓમાં મજુરી તથા પ્લમ્બીંગ તથા છુટક મજુરીકામ કરતા હતા.
ડિટેઈન કરાયેલા બાંગ્લાદેશી
(૧) ફોરીદ S/O અલ્તાફુર કુદુસ મંડલ (ઉ.વ.૩૮ ધંધો-નોકરી રહેવાસી, મુળ- પહલાડાવીસન પોસ્ટ-ઉગ પોયલા, થાના-મેલનડાહા જીલ્લા-જમાલપુર, ચારાઈલ્દર, બાંગ્લાદેશ તથા હાલ. રહે, દમણ કચીગામ, ડાહયાભાઇની બિલ્ડીંગ રૂમ નં.૧૫ તાબે.દમણ), (૨) મોહમદ જમાલ S/O મહમદ ફરીદ તાલુકદાર (ઉ.વ.૨૪ ધંધો-નોકરી રહેવાસી, મુળ- નયાપરા, શાખરીયા, નોલીન બજાર-૧૯૯૨, વોર્ડ નં.-૧, પોસ્ટ-હેમનગર, થાના-ગોપાલપુર જીલ્લા-ટાંગઇલ, બાંગ્લાદેશ તથા હાલ. રહે, દમણ કચીગામ, ડાહયાભાઇની બિલ્ડીંગ રૂમ નં.૧૧ તાબે.દમણ), (૩) મોહમદ ખુકોન ઉર્ફ અબ્દુલ્લા S/0 નુર ઇસ્લામ શેખ (ઉ.વ.૩૮ ધંધો.પ્લમ્બીંગ, હાલ રહે.વાપી જી.આઇ.ડી.સી, ગુંજન જુના હાઉસીંગ બોર્ડ, પ્રાઇમ સર્કલથી મોરારજી સર્કલ રોડ, પુજા સલુનવાળા બિલ્ડીંગમાં મકાન નં.૧૯ ગ્રાઉન્ડ ફલોર, વાપી જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનની હદમાં, તા.વાપી જી.વલસાડ મુળ રહે. ગામ.બખ્તપુર, પોસ્ટ. બખ્તપુર, થાના. ફટીકચારી, જી.ચિતાગોંગ, બાંગ્લાદેશ) અને (૪) રોજીના બેગમ D/O ઇઝહાર શેખ W/O સલાઉદ્દીન ઉર્ફ મિલન દિદારબક્ષ ધબક (ઉ.વ.૨૯ ધંધો. ઘરકામ હાલ રહે.વાપી ઇમરાનગર, ગોદાલ કોમ્પલેક્ષ, ફલેટ નં.૩૦૨, વાપી ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં, તા.વાપી જી.વલસાડ મુળ રહે. ગામ.બશેરહુલ્લા, પોસ્ટ. કાલેખારબેર, પોલીસ સ્ટેશન. રામપાલ, જીલ્લો.બાગેરહાટ, બાંગ્લાદેશ).