વડોદરા: રેલવે દ્વારા ગત તારીખ 3 જી જાન્યુઆરીએ લેવાયેલી GDCE ની પરીક્ષામાં ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા રેલ્વે ડીઆરએમ કચેરી ખાતે ધરણાં સાથે વિરોધ પ્રદર્શન કરી ડિવિજનલ મેનેજરને આવેદનપત્ર આપી આ પરીક્ષા રદ કરી નવી પરીક્ષા લેવાની તારીખ જાહેર કરવા માંગણી કરી હતી.
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી સંતોષ પવારે જણાવ્યું હતું વેસ્ટન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા ધરણા કરવાનું આયોજન કર્યું હતું.કારણ એ હતું કે ગત તારીખ 3-1-2021 ના રોજ રેલવે દ્વારા GDCE ની પરીક્ષા લેવામાં આવી હતી. જે પરીક્ષા રેલ કર્મચારીઓ આપતા હોય છે.
જેનાથી તેઓને ગ્રુપ ડી ટુ સી માં આગળ જવા પ્રમોશનનો સ્કોપ હોય છે.આ પરીક્ષાની અંદર એટલા બધા ગોટાળા થયા છે કે એડમિનિસ્ટ્રેશનના ધ્યાનમાં લાવવા છતાં પણ આ પરીક્ષાને રદ કરી નથી. અમારી માંગણી છે કે આ પરીક્ષાને જલ્દીથી જલ્દી રદ કરવી જોઇએ અને નવી પરીક્ષાની તારીખ નક્કી કરી ફરીથી પરીક્ષા લેવી જોઈએ કારણકે હવે તો સાવરકુંડલા થી ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે જેમણે કબૂલ કર્યું છે કે આ પરીક્ષામાં ગોટાળા થયા છે અને આમાં અમે પૈસા પણ લીધા છે.
પૈસાની બહુ જ મોટી લેનદેન થઇ છે છતાં પણ એડમિનિસ્ટ્રેશન જાગી નથી રહ્યું એટલા માટે આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના તમામ જીડીસીમાં એપિયર થયેલા કર્મચારીઓ સાથે રેલવે ડિવિજનલ મેનેજરને આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે કે અમારી આ પરિસ્થિતિ છે અમારી જે લાગણી છે તે જીએમ સુધી પહોંચાડે.
વેસ્ટન રેલ્વેના જનરલ મેનેજર મુંબઈ માં બેસે છે જેઓ તાત્કાલિક ધોરણે નિર્ણય કરી એક્શન લઈ આ પરીક્ષા રદ કરી નવી પરીક્ષા લેવાની જલ્દીથી જલ્દી તારીખ નક્કી કરે