Vadodara

શહેરના છાણી પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો અને ભાગતો ફરતો પરપ્રાંતિય આરોપી ઝડપાયો

આરોપી છેલ્લા અગિયાર વર્ષથી ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો

(પ્રતિનિધિ) વડોદરા તા. 12

શહેરના છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસની ધરપકડથી બચવા માટે છેલ્લા અગિયાર વર્ષથી ભાગતો ફરતો મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના હાડીયા તાલુકાના કટહરા ગામનો વતની દિપક ગીરધરલાલ પાસીને છાણી પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014મા 183/2014,આઇપીસી કલમ 323,325,114 અને જીપી એક્ટ 135મુજબનો ગુનો નોંધાયો હતો આ ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી તે જગ્યાઓ બદલીને પોલીસની ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો આખરે બાતમીના આધારે છાણી પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top