લકુલિશ ધામ ધ્વારા પ્રદુષણને લઇ પી.એમ.ઓ સુધી રજુઆત કરાઈ
ગુજરાત મા પ્રદુષણ બોર્ડ શોભા ના ગાંઠીયા સમાન બની રહ્યુ હોય એમ લાગી રહ્યુ છે ગુજરાતમા પ્રદુષણની અનેક ફરીયાદો ઉઠવા પામી છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના મેનપુરા ગામના સિમાડે આવેલી કંપનીઓ દ્વારા રાત્રીના સમયે છોડવામાં આવતા હાનિકારક વાયુથી દુર્ગંધ સાથે ગળામાં અને આંખોમાં બળતરા, માથું દુખવું જેવી મુશ્કેલીઓ વધી રહી છે જેને લઈ ગ્રામ જનો પરેશાન થઇ રહ્યા છે.
પ્રદુષણ સામે લડવાનું સામાન્ય માણસનુ ગજુ હોતુ નથી. પ્રદુષણ બોર્ડ ના અધિકારીઓ અરજદારોને ગાંઠતા નથી. મેનપુરા ગામના સિમાડે કાયાવરોહણની સિમમાં ૨૦૧૧ થી સ્થાપિત લકુલીશધામ આશ્રમ કે જેમાં દેશના અનેક રાજ્યોના આત્મિયજનો, ભક્તજનો, યોગસાધકો, સાધુ સંતો અને સેવકો નિવાસ કરે છે. લકુલીશધામમાં આવેલા હિંદુ ગુરુકુળમાં હરિયાણા, રાજસ્થાન, બિહાર/મહારાષ્ટ્ર અને ગુજરાતના બાળકો નિવાસ સાથે અભ્યાસ કરે છે. વધુમા લકુલીશ ગૌ શાળામાં લગભગ ૧૦૪ જેટલી ગૌમાતા-ગૌવંશ છે. મેનપુરા ગામના સિમાડે ૨૦૧૯ થી ક્રમશઃ અનેક કંપનીઓ ચાલુ થઈ છે. તે કંપનીઓ દ્વારા છોડવામાં આવતા હાનિકારક વાયુથી આજુબાજુના ગ્રામ જનો સાથે લકુલીશધામમાં નિવાસ કરતા સાધુ સંતો, અતિથિઓ, ગુરુકુળના બાળકોને દુર્ગંધ સાથે ગળામાં અને આંખોમાં બળતરા, માથું દુખવું જેવી મુશ્કેલીઓ વારંવાર સહન કરવી પડે છે. લકુલીશધામના ગુરુજી પૂજ્ય પ્રિતમ મુનિજીએ PMO માં ફરિયાદ કરતાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા (૧) વિભાગીય મુખ્ય અધિકારી, કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, દિલ્હી (૨) મેમ્બર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (૩) રિજનલ ડાયરેક્ટર, વડોદરા ને પત્ર મોકલી આ પ્રદુષણની મુશ્કેલીનું નિરાકરણ કરવા જણાવ્યું છે પૂજ્ય પ્રિતમ મુનિજીએ પણ વારંવાર કોલ કરી અધિકારીઓને જાણ કરી છે. પરંતુ અધિકારીઓને જ્યારે કોલ કરવામાં આવે ત્યારે થોડા દિવસ પ્રદુષિત વાયુ બંધ થાય પછી ફરીથી કંપનીઓ દ્વારા રાત્રીના સમયે પ્રદુષિત વાયુનો ત્રાસ શરુ થઈ જાય છે. ગુજરાત સરકાર તાત્કાલિક પગલા લઈ સાધુ સંતો, ભક્તજનો, સાધકો, અતિથિઓ અને ગુરુકુળના બાળકોને મેનપુરા ગામની સીમમાં આવેલી કંપનીઓના હાનિકારક પ્રદુષિત વાયુના ત્રાસથી મુક્તિ અપાવે તો સારું. જો સરકાર દ્વારા પ્રદુષણની સમસ્યાનું નિવારણ નહીં થાય તો પૂજ્ય પ્રિતમ મુનિજી નજીકના સમય સુપ્રિમ કોર્ટમાં PIL હેઠળ કેસ દાખલ કરવાના છે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ કેસ દાખલ કરવાના છે. હવે તે જોવાનું રહ્યું કે પ્રદુષણ કરતી કંપનીઓને ગુજરાત પ્રદુષણ બંધ કરાવશે કે પછી સુપ્રીમ કોર્ટ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પોતાની મનમાની કરી લોકોના સ્વાસ્થય સાથે ચેડા થવા દેશે કે પછી કાયદાનો કોરડો વિંઝશે ? હવે જોવુ રહ્યુ કે પી.એમ.ઓ.મા થયેલી અરજી પર અધિકારો યોગ્ય પગલાં ભરશે કે પછી હોતા હૈ ચલતા હૈ વાળી ચાલવા દેશે !!
