મરત કૌર નસીબદાર છે. તેને ખુબ બધી ફિલ્મો મળી રહી છે ટોપ સ્ટાર્સ સાથે મળી રહી છે. બીગ બજેટ ફિલ્મો મળી રહી છે એવું કાંઇ જ નથી. નસીબદાર એ રીતે કે અભિષેક બચ્ચન સાથે તે રિલેશનમાં છે. એવી અફવા ચાલી રહી છે. અમિતાભ બચ્ચને બંગાલણ જયા ભાદુડી સાથે લગ્ન કરેલા. અભિષેકની ચર્ચા અમિતાભ-જયા બચ્ચનના પુત્ર હોવાના કારણે અને ઐશ્વર્યાની ચર્ચા વિશ્વસુંદરી હોવાને કારણે હતી. ઐશ્વર્યાએ અભિષેક સાથેના લગ્ન પહેલાં સલમાન ખાન સાથે જે પ્રેમ કરેલો તે ખૂબ જ ચર્ચાસ્પદ રહેલો. અભિષેક સાથે જોડાવા પહેલાં તે વિવેક-ઓબેરોય સાથે પણ સાવ ટૂંકા સમયના પ્રેમપ્રસંગમાં બંધાયેલી. કહેવાનું એ કે ઐશ્વર્યા કયારેય કોઇ પુરુષ સાથે લાંબો સંબંધ બાંધી શકી નથી. જયારે ઐશ્વર્યા પહેલાં અભિષેકના કોઇ પ્રેમ પ્રસંગની ચર્ચા થઇ નથી. કરિશ્મા કપૂર સાથે તો લગ્નની વાત હતી પણ તે તો ન થયેલા. ઐશ્વર્યા-અભિષેકના ડાયવોર્સની ચર્ચા લાંબા સમયથી ચાલે છે પણ કોઇક કારણે તે અફવા જ રહ્યાં છે. હવે તેની વચ્ચે નિમરત કૌર સાથે અભિષેકના પ્રેમ સંબંધની વાત ચાલે છે. અભિષેક આમ તો લફડાબાજ નથી પણ તે ઐશ્વર્યાના વલણથી અપનામિત જરૂર થયો હશે. લોકો આજે પણ ઐશ્વર્યા-સલમાન મળ્યાના દૃશ્યો સોશ્યલ મિડીયા પર જુએ છે. ઐશ્વર્યા બહાર નીકળે તો સાથે આરાધ્યા જ હોય છે. અભિષેક નથી હોતો. તે સાઉથના એક એકટરના પ્રેમમાં છે. એવી અફવા ય હમણાં પ્રસરી હતી. આ બધા સંજોગોમાં અભિષેક પોતાને ઘવાયેલો અનુભવે તે નક્કી છે. ઐશ્વર્યા વફાદારી નહીં બતાવતી હોય ત્યારે અભિષકે વફાદારી બતાવ્યા કરવી જોઈએ એવું તો નહોય. આવા સંજોગોમાં અભિષેક-નિમરત વચ્ચેના સંબંધને લોકો સાચા માનવા તૈયાર થાય તો નવાઇ નહીં. તે બંને ‘દસવીં’ ફિલ્મમાં સાથે આવ્યા હતા. નિમરત કોઇ જબરદસ્ત એકટ્રેસ છે. એવું ય નથી પણ ‘લવશવ તે ચીકન ખુરાના’ ‘ ધ લંચબોક્સ’ ‘એરલિફ્ટ’ વગેરે ફિલ્મોથી તેણે એક ઓળખ જરૂર બનાવી છે. અત્યારે પણ અક્ષય કુમાર સાથે ‘સ્કાયફોર્સ’ માં આવે છે અને આ ફિલ્મ 24 મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તે ‘સેક્શન 84’માં તો અમિતાભ બચ્ચન સાથે અને ‘ધ લેગસી ઓફ રાઇસીંધસ -કુલ ‘ટીવી શ્રેણીમાં ય આવે છે. 42 વર્ષની નિમરત હજુ અપરિણીત છે. •
નિમરત ‘અભિ’ સિંગલ હૈ…
By
Posted on