જયારે ધંધા ના વ્યાપ માટે જાહેરાત કરવામાં આવે તે સમજાય, પરતું હવે તો વિવિધ હોસ્પિટલ પણ જાહેરાત આપવા માડી, જાહેરાત પણ એવી કે સાંભળનાર સાજો હોય તો પણ પોતાના માટે
વિચારવા માડે, જમાનો બદલાયો…!!!. પહેલાં ના સમય મા ખુબજ સીમિત રોગ ની સમજણ સાથે ખુબજ ઓછી હોસ્પિટલ, અને ખુબજ ઓછા ડોક્ટર, પરતું દર્દી ની મુંઝવણ પણ ખુબજ ઓછી હતી. જ્યારથી મેડિકલ નો વ્યાપ વધ્યો ત્યારથી દર્દી ની મુંઝવણ પણ ખુબજ વધી, હોસ્પિટલમાં દાખલ સાથે જ રુમ ના વર્ગ પસંદગી થી માંડી વિવિધ પેકેજ સાથે મેડીક્લેમ મુજબ ની સુવિધા વગેરે, હાલમાં થતા રોગો ના નિદાન પહેલા કરતા ખુબજ આધુનિક હોવા છતા કંઈક અંશે વિવિધ અલગ અલગ ભાવ ની સારવાર ના કારણે સંતોષ નો ઓછો અનુભવ હોય તેવુ નથી લાગતું ?
મોટો વર્ગ સંમત હશે. જીવન અને મરણ સાથે જોડાયેલા વિષય મા દેશ ના તમામ માટે સરખું ન હોવુ જોઈએ ? શુ એવુ સમજવું કે વધુ પૈસા હોય તો વધુ જીવાય ? જો આમ ન હોય તો એક જ સારવાર ના અલગ અલગ ભાવ કેમ ? શુ મોંધી સારવાર સારી જ હોય તો બધાં ને સરખું કેમ નહી ?
ભારત સરકારે મેડીકલ વિભાગ ને સંપૂર્ણપણે પોતાના કબજામાં લઇ લેવુ જોઇએ, નહી તો ભવિષ્યમાં મુંઝવણ વધારો જ થશે.અને લોકો મા સતત અંસતોષ મા વધારો થતો રહશે. કાર્ય ખુબજ અધરુ છે પરતું ખુબજ ગંભીરતાથી વિચારવા યોગ્ય છે.
સુરત -જિજ્ઞેશ બક્ષી -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.