National

જમ્મુમાં સ્ટેજ પર ભાષણ આપતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની તબિયત બગડી, કહ્યું- આટલી જલ્દી નહીં મરીશ

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કઠુઆમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત સ્ટેજ પર અચાનક લથડી ગઈ હતી. તેઓ જસરોટામાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. સ્ટેજ પરના લોકોએ તેમને સાચવ્યા હતા. થોડીવાર માટે ભાષણ રોકી દેવાયું હતું.

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં મંચ પર ભાષણ આપતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને ચક્કર આવ્યા અને તેઓ બેહોશ થવા લાગ્યા હતા. જોકે સ્ટેજ પર હાજર તેમના સુરક્ષાકર્મીઓ અને કોંગ્રેસના અન્ય નેતાઓએ સમયસર તેમની સંભાળ લીધી હતી. તેમને પાણી આપ્યું. આ દરમિયાન થોડીવાર માટે ભાષણ બંધ થઈ ગયું હતું. જો કે થોડા સમય પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરીથી બોલ્યા હતા. તેમણે કહ્યું કે અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. હું 83 વર્ષનો છું, હું આટલી જલદી મરવાનો નથી. જ્યાં સુધી પીએમ મોદી સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી હું જીવતો રહીશ.

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ લોકો (કેન્દ્ર સરકાર) ક્યારેય ચૂંટણી કરાવવા માંગતા નથી. જો તે ઈચ્છતો હોત તો એક-બે વર્ષમાં ચૂંટણી કરાવી શક્યો હોત. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તે ચૂંટણી માટે તૈયાર થઈ ગયા. તેઓ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રિમોટ-કંટ્રોલ સરકાર ચલાવવા માંગતા હતા.

પીએમ મોદી પર ખડગેનો પ્રહાર
ખડગેએ કહ્યું કે પીએમ મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભારતના યુવાનોને કંઈ આપ્યું નથી. શું તમે એવી વ્યક્તિ પર વિશ્વાસ કરી શકો છો જે 10 વર્ષમાં તમારી સમૃદ્ધિ પાછી ન લાવી શકે? જો ભાજપનો કોઈ નેતા તમારી સામે આવે તો તેને પૂછો કે તે સમૃદ્ધિ લાવ્યા કે નહીં…” ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે વડાપ્રધાન અહીં આવીને યુવાનોના ભવિષ્ય માટે ખોટા આંસુ વહાવી રહ્યા છે. સત્ય એ છે કે આ લોકોએ છેલ્લા 10 વર્ષમાં સમગ્ર દેશના યુવાનોને અંધકારમાં ધકેલી દીધા છે. આ માટે ખુદ પીએમ મોદી જવાબદાર છે.

Most Popular

To Top