Charchapatra

જીવંતતા

જીવંત વ્યક્તિના નાડીના ધબકારા સતત ચાલતાં રહે છે. માનવજીવન આનંદ સાથે જીવીએ એ જરૂરી છે. જીવવા ખાતર જીવવું અને નિરામય જીવવું એમાં તફાવત છે. ધબકાર એટલે ધકવાની ક્રિયા, ધબકારો જેમાં ધબધબ અવાજ હોય. બોલચાલની ભાષામાં સૌની જાણમાં છે કે લોહીના ભ્રમણમાંથી નાડીમાં લાગતો થડકો, થડકારો. ડૉક્ટર પ્રાથમિક સારવામાં સૌ પ્રથમ નાડીના ધબકાર ચેક કરે. જુદી જુદી અવસ્થા, સ્થિતિ અને ઉંમરના પ્રમાણમાં પ્રત્યેક સ્ત્રીપુરુષની નાડીના ધબકારા અલગ હોય છે. અલબત્ત, પ્રાણીઓમાં જેમ તેનું શરીર મોટું તેમ ધબકારા ઓછા હોય છે.

સારા-માઠા સંજોગોમાં આપણે જે ખુશી કે આઘાત અનુભવીએ છીએ તે મુજબ ધબકાર હોય છે. જોરથી બે ચીજો અફળાતાં થતો અવાજ, ધડાકો સાંભળીને ધડકારો એટલે કે ધબકારાની અનુભૂતિ થાય તે વ્યક્તિ મુજબ અલગ હોઈ શકે. જોર અને વેગની ગતિ જેટલી વધારે તે મુજબ ધબકાર હોય, ધબકારો થતો હોય. આપણે રોજિંદી જિંદગીમાં જે પ્રકારની દિનચર્યા હોય તે કાયમી હોય શકે. આજનો કહેવાતો માનવી સ્પર્ધાત્મક યુગમાં ભારે દોડધામ કરતો નજરે પડે છે.

પોતાના માટે પણ સમય નથી. માનવી જાણે યંત્ર! યંત્રમાં જીવંતતા ક્યાંથી હોય? બસ ચાલ્યાં કરે.  કહેવાનો આશય આપણાં જીવનમાં ચેતના હોવી જોઈએ. સુખ-દુઃખ, આનંદ-વિષાદની અવરજવર ચાલતી રહેવાની એટલે યંત્ર જેમ નહિ પણ જીવનમાં-પ્રાણમાં ચેતનાનો ધબકારો આવશ્યક છે. ચાલો, ચોતરફ ચેતનાનો વ્યાપ વિસ્તારીએ, આનંદ અને માત્ર આનંદ પ્રગટે તેવું વર્તન કરવાના શ્રીગણેશ કરીએ.
નવસારી           – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જાતિ આધારીત વસ્તી ગણતરી
જાતિ આધારિત વસ્તી ગણતરીનો ભાજપ વિરોધ કરી રહી છે. જે દેશની એકતા અને અંખડતા માટે જરૂરી છે જ્યારે વિરોધપક્ષ અને ભાજપના સાથી પક્ષ એવા લોકજનશક્તિના અધ્યક્ષ ચિરાગ પાસવાન જે મોદીના હનુમાન તરીકે ઓળખાવવામાં આવતા હતા તેઓએ જાતિ આધારિત વસતી ગણતરીનું સમર્થન કર્યું છે જે અયોગ્ય અને દેશ અહિતની નીતિ છે. કારણકે જાતિ આધારિત વસ્તી ગણતરી કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી તેના આંકડાઓ જાહેર કરાશે તો સ્વભાવિક છે કે સમાજ અને દેશમાં વિભાજન કરી પરિસ્થિતિનું નિર્માણ નહી હોય. વસ્તી ગણતરી યોગ્ય છે પણ જાતિ આધારીત વસ્તી ગણતરી બિલકુલ અયોગ્ય અને અસ્વીકાર્ય નીતિ છે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top