શેર માર્કેટમાં ટ્રેડિંગ કરશો તો સારો એવો પ્રોફિટ થશે તેવી લાલચ આપીને ગોરવાની મહિલા પાસેથી ઠગે રૂપિયા 58.38 લાખ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. ઓનલાઇન વેબસાઈટમાં પ્રોફિટ સાથે 3.20 કરોડ બતાવતા હોય મહિલાએ 80 લાખ ઉપાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ નહીં ઉપાડતા એડમીનને ફોન કરતા તેણે ફોન રિસીવ નહીં કરી તેમને ગ્રુપમાંથી પણ રિમૂવ કરી નાખ્યા હતા. જેથી તેઓએ મુંબઈ ખાતે જઈને કંપની બાબતે તપાસ કરતા આવી કોઈ કંપની ન હતી જેથી પોતાની સાથે રુ. 58.38 લાખની ઠગાઈ થઈ હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલા આકાશગંગા ફ્લેટમાં રહેતા દીપાબેન વિજયભાઈ 15 એપ્રિલના રોજ મોબાઈલ ફોનમાં ઓનલાઈન સોશિયલ મીડિયા જોઈ રહ્યા હતી. દરમિયાન શેર માર્કેટમા ટ્રેડીંગ કરવાની જાહેરાત આવી હતી. જેથી મહિલાએ તેના ઉપર કલીક કરતા તેમને એક ગ્રુપમાં એડ કર્યા હતા. આ ગ્રુપમા આશરે 151 થી વધારે મેમ્બર હતા અને આ ગ્રુપના એડમીન મેઘના ભાટીયા હતા. મેઘના ભાટિયાએ મહિલાને શેર માર્કેટમાં ઇન્ટ્રેસ્ટ છે તેઓએ હા પાડતા એક ગુગલ ફોર્મ ભરવા માટે આપ્યું હતુ જેથી મહિલાએ નામ, આધારકાર્ડ ઉમર અને મોબાઈલ નંબર ભરી મોકલી આપ્યું હતું. મહિલા એડમિને મહિલાને જણાવ્યું હતું કે આ ગ્રુપમા રોજ ડેમો કલાસ આવશે અને તમારે કેવી રીતે શેર માર્કેટમાં રોકાણ કરી સારો પ્રોફીટ મેળવવો તે બાબતે સમજાવશે. ગ્રુપમાં બીજા લોકો તેમને થયેલા સારા પ્રોફીટના સ્ક્રીનશોર્ટ મુકતા હતા જેથી મહિલાને પણ શેર માર્કેટમાં ઇવેસ્ટ કરવાની લાલચ જાગી હતી. ત્યારબાદ એડમીને એક વેબસાઈટ લીંક મોકલી હતી અને આ લીંકમા ટ્રેડીંગ કરવા માટેના આઈડી અને પાસવર્ડ આપ્યો હતો. આ લીંક ઓપન કરતા તેમાં અલગ અલગ શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવા માટેના પ્લાન હતા અને સારી પ્રોફીટ આપવાનું જણાવી મહિલાને તેઓના અલગ અલગ બેંક એકાઉન્ટ મોકલી શેર માર્કેટના અલગ અલગ પ્લાન ખરીદવા માટે રૂપીયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જેથી મહિલા અને તેના પતિના બે એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે તેઓના કહેવા પ્રમાણે તેમના અલગ અલગ બેંક ખાતામા રૂ.58.38 લાખ જમા કરાવી તેઓની એપમા ટ્રેડીંગ કર્યું હતુ. ઓનલાઇન લિંકમાં મહિલાએ ટ્રાન્સફર કરેલા રૂપિયા અને પ્રોફિટ સાથે રૂ.3.20 કરોડ બતાવતા હતા. જેથી મહિલાને વિશ્વાસ આવ્યો હતો. તેઓની વેબસાઇટ લીંક અચાનક બંધ થઈ ગઈ હતી. જેથી ગ્રુપ એડમીન મેઘના ભાટીયાને મેસેજ કરી મહિલાએ તેનું એકાઉટ બંધ થઈ ગયું છે. જેથી તેઓએ મને વેબસાઇટ નુ અપડેશન ચાલુ છે થોડી વારમાં વેબસાઈટની લીંક મોકલીશ ત્યારે ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતુ. એડમીને મોકલેલો આઈ-ડી પાસવર્ડ નાખતા મહિલાનું એકાઉંટ ઓપન થઈ ગયું હતું. મહિલાને રૂપીયાની જરૂર હોવાથી ઓનલાઇન બતાવતા 3.20 કરોડમાંથી રૂ. 80 લાખ વિડ્રોઅલ કરવા જતા તેમાથી ઉપડ્યા ન હતા. જેથી એડમીનને વારંવાર વોટ્સ એપ કોલ કરતા ઉપાડતી ન હતી અને મહિલાને બ્લોક કરી ગ્રુપમાથી રીમુવ કરી દીધી હતી. જેથી મહિલાને તેમની સાથે ઠગાઈ થયો હોવાની શંકા જતા તેઓએ પતી વિજય સાથે મુંબઈ ખાતે તપાસ કરવા ગયા હતા. ત્યારે ત્યાં આવી કોઈ કંપની નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મહિલાએ પોતાની સાથે રુ. 58.38 લાખની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.