Sports

મેરિકોમે માત્ર 4 કલાકમાં 2 કિલો વજન ઘટાડ્યું હતું, જાણો એથ્લિટ્સ કેવી રીતે મિનિટોમાં વજન ઘટાડે છે..

નવી દિલ્હીઃ વિનેશ ફોગાટને તેના વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક જાહેર કરવામાં આવ્યા બાદ વજન સંબંધિત નિયમોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ખરેખર વિનેશ ફોગાટનું વજન માત્ર 100 ગ્રામ વધુ હોવાને કારણે 50 કિ.ગ્રા. વજનની કેટેગરીમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે.

આ ઘટના બાદથી લોકો કહે છે કે આટલું વજન ઓછું કરી શકાયું હોત અને ઘણી વખત એવું બન્યું છે કે એથ્લેટ્સે ખૂબ જ ઓછા સમયમાં પોતાનું વજન ઘટાડ્યું હોય અને ચોક્કસ કેટેગરીમાં સ્થાન પણ મેળવ્યું હોય. ભારતીય બોક્સર મેરી કોમે પણ આવું જ કર્યું હતું.

મેરી કોમને એક વખત પોલેન્ડમાં સિલેસિયન ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં રમવાનું હતું અને તે સમયે તે 48 કિલોગ્રામ વજન કેટેગરીમાં રમવા માંગતી હતી પરંતુ તે કેટેગરીની મર્યાદા કરતા તેનું વજન વધારે હતું. 48 કિ.ગ્રા.ની કેટેગરીમાં રમવા માટે મેરીકોમે વજન ઘટાડ્યું હતું. તે સમયે મેરીકોમે ગેરલાયક ન થવા માટે 4 કલાકમાં 2 કિલો વજન ઘટાડ્યું હતું. તેણે કહ્યું હતું કે તેણે એક કલાક સ્કિપિંગ કરી વજન ઘટાડ્યું હતું.

એથ્લેટ્સ કેવી રીતે વજન ઘટાડે છે?
એથ્લેટ્સ જરૂર પડે ત્યારે ખૂબ જ ઓછા સમયમાં વજન ઘટાડતા હોય છે. આ માટે તેઓ હેવી વર્કઆઉટ કરે છે. વળી વજન ઘટાડવા માટેના ખાસ કપડાં પણ પહેરે છે. ખાસ કપડાં પહેરી એથ્લેટ્સ વર્કઆઉટ કરે છે. જેના કારણે શરીરમાં ખૂબ પરસેવો થાય છે અને થોડા કલાકોમાં વજન ઘટી જાય છે.

જો કે, સ્ટ્રેસ વગેરે જેવા પરિબળો પણ વજન ઓછું કરવામાં ભૂમિકા ભજવે છે. આ સ્થિતિમાં એથ્લેટ્સ FBT સૂટ પહેરે છે, જે શરીરમાં ઘણી ગરમી ઉત્પન્ન કરે છે અને તેને પહેરીને ગોલ્ડ બાથ લે છે. આમ કરવાથી શરીરમાં ઘણો પરસેવો થાય છે. તે ઉપરાંત ખેલાડી વારંવાર ટોયલેટ જાય છે. આમ કરવાથી શરીરમાં પાણી ઘટે છે. પાણીની ઘટડવાથી એકવારમાં ઘણું વજન ઓછું થાય છે.

Most Popular

To Top