National

કેદારનાથમાં વાદળ ફાટતા પૂર આવ્યું, ચાર લોકો તણાયા, કેન્દ્ર સરકાર એલર્ટ

નવી દિલ્હી: દેશના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદથી (Rain) વિનાશ સર્જાઇ રહ્યો છે. તેમજ પહાડી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાછલા બે દિવસોમાં ઉત્તરાખંડના (Uttarakhand) કેદારનાથમાં એક પછી એક બે ઘટના બની હતી. અગાઉ બુધવારે રાત્રે કેદારનાથ પદયાત્રાના માર્ગ પર સ્થિત લિંચોલી અને ભીમ્બલીમાં વાદળ ફાટ્યા હતા, ત્યારે ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ 16 લોકો ગુમ થયા હતા. તેમજ ગઇકાલે ગુરુવારે પણ વાદળ ફાટવાની બીજી ઘટના બની હતી જેના કારણે ચાર લોકો તણાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે ગુરુવારે ખોડાથી ઉત્તરાખંડની કેદારનાથ યાત્રા પર પાંચ મિત્રો ગયા હતા. જેમાંથી ચાર મિત્રો વાદળ ફાટતા તણાઇ ગયા હતા. ત્યારે ઘણી શોધખોળ બાદ પણ તેઓ મળ્યા ન હતા. ત્યારે બચી ગયેલા એક મિત્રએ ઘટનાની માહિતી બાકીના ચાર મિત્રોના પરિવારને આપી હતી. બચી ગયેલા એક મિત્રના જણાવ્યા મુજબ અહીં વાદળ ફાટવાને કારણે એકાએક પાણીનો ભરાવો થયો હતો. જેમાં તેના ચાર મિત્રો તણાયા હતા. ઘટનાની જાણ થતા રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરાયું હતું. તેમજ હાલ તંત્ર પણ કેદારનાથ વિસ્તારમાં હાઇ એલર્ટ પર છે.

ગઇકાલની ઘટનાની પ્રથમિક તપાસમાં સામે આવ્યુ હતું કે ખોડાના અર્ચના કોલોનીના એન્ક્લેવમાં રહેતા સુમિત શુક્લા, ક્રિષ્ના પટેલ, મન્નુ, ચિરાગ અને સચિન નામના પાંચ મિત્રો કેદારનાથમાં કુદરતના પ્રકોપનો શિકાર બન્યા હતા. ત્યારે બીજી બાજુ હિમપ્રપાતને કારણે 4 હજાર યાત્રાળુઓ પણ કેદારનાથમાં ફસાયા હતા. જેમને NDRF, SDRF અને પોલીસે બચાવ્યા હતા. તેમજ લગભગ સાતસો લોકોને હેલિકોપ્ટર દ્વારા સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા.

ધારચુલાના નવા સોબલા ગામમાં વાદળ ફાટ્યા
ઉત્તરાખંડના ધારચુલાના નવા સોબલા ગામમાં પણ વાદળ ફાટવાની સાંપડી હતી છે, જેના કારણે લગુથાન ગટર ઉભરાઈ ગઇ હતી. ત્યારે સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે યાત્રીઓના બચાવ માટે ભારતીય વાયુસેનાના ચિનૂક અને MI-17V5 હેલિકોપ્ટરને તૈનાત કરવામાં આવ્યા છે.

કેરળમાં બચાવ કામગીરી ચાલુ

કેદારનાથ સાથે કેરળના વાયનાડમાં પણ ભૂસ્ખલનની ઘટના બાદ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ત્યારે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર ચુરામાલામાં સર્ચ અને બચાવ કામગીરી ચાલી રહી છે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 308 લોકોના મોત થયા છે.

Most Popular

To Top