Vadodara

વડોદરામાં જ્વેલર્સની દુકાનો તસ્કરોના નિશાના પર, કારેલીબાગની શ્રીજી જ્વેલર્સમાં ચોરી

ડિસ્પ્લેમાં મુકેલા સોનાના ચાંદીના દાગીના અને ડીવીઆર – કોમ્પ્યુટર લઈ ચોરો ફરાર..

ગેસ કટરથી તિજોરી કાપવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ નહીં કપાતા મોટી ચોરી થતા રહી ગઈ.

વડોદરા શહેરમાં છેલ્લા અઠવાડિયામાં સોનીની દુકાનોમાં જ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. કિશનવાડીમાં ચોરીમાં નિષ્ફળતા મળતા લાડલા જ્વેલર્સ હાથ અજમાવ્યા બાદ હવે કારેલીબાગ વિસ્તારમાં શ્રીજી જ્વેલર્સ ને નિશાન બનાવી હતી. દુકાનમાંથી તસ્કરો ડિસ્પ્લે મુકેલા તમામ સોના ચાંદીના દાગીના તથા ગ્રાહકના રીપેરીંગ માટે આવેલા દાગીના પણ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ગેસ કટરથી અંદરની તિજોરીને કાપવાનો પ્રયાસ કર્યો હતો. દિવ્યા અને કોમ્પ્યુટર પણ લઈ ગયા હતા.

છેલ્લા અઠવાડિયામાં તસ્કરો વડોદરા શહેરમાં સોનીની દુકાનોને જ ટાર્ગેટ કરી રહ્યા છે. કિશનવાડી ઝવેર નગર વિસ્તારમાં આવેલી બે દુકાનો તાળા તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. પરંતુ અંદર કોઈ કીમતી વસ્તુ સોની રાખી ન હોય મળી આવી ન હતી. ત્યારબાદ શહેરના ભરચક વિસ્તાર એવા માંડવી પાસે આવેલી લાડલા જ્વેલર્સ ની દુકાન માં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના ચાંદીની મૂર્તિઓ તથા રોકડા રૂપિયા મળી 1.95 લાખની માતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ગઈકાલ બુધવારે મોડી રાત્રિના સમયે તસ્કરોએ કારેલીબાગ વિસ્તારમાં આનંદ નગર પાસે આવેલી શ્રીજી જ્વેલર્સ ની દુકાન અને તસ્કરોએ નિશાન બનાવી હતી. ગેસ કટર લઈને આવેલા તસ્કરોએ દુકાનના તાળા તોડી નાખ્યા બાદ મુકેલા સોના ચાંદીના દાગીના ચોરી કરી લીધા હતા. અંદર એક તિજોરીને પણ ગેસ કટરથી કાપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તિજોરી નહીં તૂટતા તેમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ બચી ગઈ હતી. તસ્કરો ગ્રાહકોના કામ માટે આવેલા દાગીના પણ લઈને ફરાર થઈ ગયા હતા. ઉપરાંત સીસીટીવી કેમેરા તથા કોમ્પ્યુટર પણ લઈ ગયા હતા. ત્યારે તસ્કરો ખુલ્લેઆમ વિસ્તારમાં ચોરીને અંજામ આપીને પોલીસના નાઇટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવવા સાથે ખુલ્લો પડકાર પણ ફેંકી રહ્યા છે. પરંતુ પોલીસને માત્ર રોજ ચોરીની ફરિયાદ ચોપડે નોંધવામાં જ જાણે રસ હોય તેવું લાગી રહ્યું છે. શું પોલીસ તસ્કરીને અંકુશમાં લેવા માટે કોઈ એક્શન પ્લાન બનાવશે ખરી?

Most Popular

To Top