ભોપાલ (Bhopal): ભારતમાં બર્ડ ફ્લૂ (Bird Flu) એટલે કે H5N1 એવિયન ઇન્ફલૂએન્ઝાએ (H5N1 avian influenza) જોત-જોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. ભારતના નવ રાજ્યોમાં અત્યાર સુધી હજારોની સંખ્યામાં બર્ડ ફ્લૂથી પક્ષીઓના મોત થયા છે. અને આ આંકડો દિવસે દિવસે વધધતો જઇ રહ્યો છે. સમાચાર આવ્યા છે કે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક પોલ્ટ્રી ફાર્મમાં 2500 જેટલા “કડકનાથ” મરઘા (Kadaknath Chickens) બર્ડ ફ્લૂથી મરી ગયા હોવાના સમાચાર આવ્યા છે.
અહીં મોટી વાત તો એ છે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની (M S Dhoni) કે જેણે હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છેે, તે પોતાનું પોલ્ટ્રી ફાર્મ (poultry farm) ચલાવતા હશે. અને ધોનીએ ઇન્દોરના આ પોલ્ટ્રી ફાર્મ પાસે 2500 કડકનાથ” મરઘા પોતાના ફાર્મ માટે નોંધાવ્યા હતા. આ પોલ્ટ્રી ફાર્મના સંચાલક વિનોદ મેદાએ કહ્યુ કે, ‘ધોનીના ઓર્ડર માટે અમે છેલ્લા ચાર-પાંચ મહિનાથી આ મરઘાઓનો ઉછેર કરી રહ્યા હતા, પણ 4-5 દિવસ પહેલા 2850 કડકનાથ મરઘામાંથી મોટેભાગના મરી ગયા અને અમારી પાસે હવે ફક્ત 150 જ મરઘા બચ્યા છે. અમારે 10 જાન્યુઆરી સુધીમાં ધોનીના ફાર્મ માટે 2000 કડકનાથ મરઘા મોકલવાના હતા.’.
તેમણે ઉમેર્યુ કે મંગળવારે આ મરઘાઓનો H5N1 એવિયન ઇન્ફલૂએન્ઝા બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રએ બાકી બચેલા 150 મરઘાને પણ મારી નાંખવાના આદેશ (culling ordes) આપ્યા છે. એટલું જ નહીં આ ફાર્મના 1 કિમી ના વિસ્તારમાં પક્ષીઓને મારી નાંખવાના આદેશ અપાયા છે.
ગુજરાત, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, કેરળ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂનાા કેસ નોંધાયા હતા તેમાં નવું રાજ્ય ઉત્તરપ્રદેશ છે. જણાવી દઇએ કે દેશમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ રાજસ્થાનમાં નોંધાયો હતો. 25 ડિસેમ્બરે પહેલીવાર રાજસ્થાનના ઝાલાવાડથી પક્ષીઓના મોતના પ્રથમ સમાચાર સામે આવ્યા હતા. હવે રાજસ્થાનના 11 જિલ્લાઓ બર્ડ ફ્લૂની લપેટમાં છે. જેમાં સવાઈ માધોપુર, પાલી, દૌસા અને જેસલમેરનો સમાવેશ થાય છે. સવાઈ માધોપુરમાં મૃત કાગડામાંથી બર્ડ ફ્લૂનો એચ 5 સ્ટ્રેઇન. જિલ્લામાં મોર, મોર અને કામદેવી સહિત અત્યાર સુધીમાં 70 પક્ષીઓનાં મોત નીપજ્યાં છે. બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં રણથંભોર વન વહીવટ સવાઈ માધોપુરમાં એલર્ટ છે.