વડોદરા: (Vadodra) શહેર નજીક છાણી ગામમાં રહેતા અને કોઇને જાણ કર્યા વિના છેલ્લાં 14 દિવસથી ફરાર થયેલા ટીનેજર પ્રેમી (Lovers) પંખીડાઓ આખરે વાપી પાસેથી મળી આવ્યાં છે. જોકે છાણી પોલીસે (Police) કિશોરની અટકાયત કરી છે અને કિશોરીને તેનાં પરિવારને સોંપીને વધુ તપાસ હાથ ધરી છે. બંને ટીનેજર્સ ગત 28મી તારીખના સવારે ઘરે અને કોઈ મિત્રને કઈ પણ જાણ કર્યા વિના ઘર છોડી ફરાર થયા હતાં.
શહેર નજીક છાણી ગામમાં રહેતા પટેલ પરિવાર નો 14 વર્ષનો પુત્ર જશ (નામ બદલ્યું છે) હાલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરે છે તેને તેના પાડોશમાં રહેતી અને અન્ય શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીની નેહા (નામ બદલ્યું છે) સાથે મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયા મારફત પ્રેમસંબંધ બંધાયા હતા.ટીનેજર્સ પ્રેમીપંખીડાઓ માં પરિવાર જનો ને જાણ થતાં તેઓ એ આ બંનેને મળવા પર પ્રતિબંધ મૂકી માત્ર અભ્યાસમાં ધ્યાન આપવા માટે કડક સૂચના આપી હતી .
જોકે સોશિયલ મીડિયા મારફત ચોરીછૂપીથી સંપર્કમાં રહેતા હતા . બંને ટીનેજર્સ ગત 28મી તારીખના સવારે ઘરે અને કોઈ મિત્રને કઈ પણ જાણ કર્યા વિના ઘર છોડી ફરાર થયા છે ભાગતી વખતે જશ તેના ઘરેથી બચત કરેલા અને ઘર માં મુકેલા 26 હજારથી વધુ રોકડા અને પોતાનો મોબાઈલ ફોન પણ લઈ ગયો છે.
દરમિયાન પાંચ દિવસ બાદ પણ પ્રેમી પંખીડાનો કોઈ પત્તો નહી લાગતા આ બનાવની નેહાના પિતાએ છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી . જેમાં પોલીસે સગીર વયના જશ વિરુદ્ધ નેહાના અપહરણનો ગુનો નોંધ્યો છે . જોકે જશે તેનો મોબાઈલ ફોન સ્વીચઑફ રાખ્યો હોય તેનું લોકેશન પોલીસને મળી શક્યું નથી.
બીજી તરફ બંનેના પરિવારજનો એ હવે શહેર તેમજ રાજ્ય ની આસપાસ ધાર્મિક અને પર્યટન સ્થળો હે પણ તેઓની ખાનગી રાહે શોધખોળ શરૂ કરી છે જોકે તેઓની પાસે 26 હજાર જેટલી રોકડ હોય તેવા તમામ નાણા વપરાયા બાદ જાતે જ ઘરે પાછા આવશે તેવું મનાઇ રહ્નાં હતું. દરમિયાનમાં 14 દિવસ બાદ ટીનેજર પ્રેમીપંખીડા વાપીના દેસાઈવાડ ખડકલા નામના રોડ વિસ્તારમાંથી મળી આવ્યા હતાં. હાલમા પોલીસે કિશોરની અટકાયત કરી છે અને કિશોરીને તેનાં પરિવારને સોંપીને આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.