Entertainment

સિકંદરમાં જોવા મળશે ‘સલમાન’ અને ‘કટપ્પા’ની ટક્કર?, ફિલ્મમાં થઇ સત્યરાજની એન્ટ્રી

મુંબઇ: ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા, સુપરસ્ટાર સલમાન ખાન અને દિગ્દર્શક એઆર મુરીગાડોસ ‘સિકંદર’ (Sikandar) ફિલ્મ માટે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે. ત્યારે આ ત્રિપુટીએ બોલીવૂડને (Bollywood) ઘણી હિટ ફિલ્મો આપી છે. જેના કારણે પ્રેક્ષકોમાં આ ત્રિપુટીના સંગાથથી ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સલમાન ખાન સ્ટારર સિકંદર ફિલ્મમાં હવે વધુ એક સેલિબ્રિટીની એન્ટ્રી થઇ છે.

અસલમાં ફિલ્મમાં નવી એન્ટ્રી ‘બાહુબલી’ના કટ્ટપ્પાની છે. બાહુબલી ફિલ્મમાં કટપ્પાનું પાત્ર ભજવનાર સત્યરાજ પણ હવે ‘સિકંદર’ની ટીમ સાથે જોડાઈ ગયા છે અને આ પ્રોજેક્ટને વધુ રોમાંચક બનાવ્યો છે. જણાવી દઇયે કે ફિલ્મની કાસ્ટમાં રશ્મિકા મંદાન્નાનું નામ પહેલેથી જ સામેલ હતું, તેણી સલમાન સાથે સ્ક્રીન પર લીડ હીરોઈન તરીકે જોવા મળશે. આ સિવાય પ્રતિક બબ્બર પણ આ ફિલ્મનો એક ભાગ છે અને ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

‘સિકંદર’માં સત્યરાજની એન્ટ્રી
આઇકોનિક ‘બાહુબલી’ ફ્રેન્ચાઇઝીમાં કટપ્પાની ભૂમિકા માટે લોકપ્રિય સત્યરાજ હવે બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સિકંદર’નો ભાગ બની ગયા છે. અભિનેતા સત્યરાજે તાજેતરમાં ક પ્રતિક બબ્બર સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. ત્યારે કટપ્પાની એન્ટ્રીના આ મોટા સમાચારે ફિલ્મને વધુ રોમાંચક બનાવી દીધી છે. અગાઉ સત્યરાજે જુદી-જુદી ફિલ્મોમાં ઘણી અલગ-અલગ ભૂમિકાઓ ભજવી છે જેથી તેમને ‘સિકંદર’માં સલમાન ખાન અને અન્ય સ્ટાર્સ સાથે જોવો રોમાંચક હશે. ત્યારે પ્રોડક્શન હાઉસ નડિયાદવાલા ગ્રેન્ડસનએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મોટા સમાચાર જાહેર કર્યા હતા.

આ ફિલ્મ 2025માં રિલીઝ થશે
એઆર મુરુગાદોસ ‘સિકંદર’નું નિર્દેશન કરી રહ્યા છે જેનું નિર્માણ નડિયાદવાલા ગ્રેન્ડસન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સલમાન ખાન અને રશ્મિકા મંદાન્ના મુખ્ય ભૂમિકામાં છે. આ એક્શન એન્ટરટેઈનર ફિલ્મ આવતા વર્ષે ઈદ 2025 વીકએન્ડ દરમિયાન રિલીઝ થશે. ત્યારે આ ફિલ્મ દ્વારા નિર્દેશકોએ દર્શકોને અનોખો સિનેમેટિક અનુભવ આપવાનું વચન આપ્યું છે. તેમજ કહ્યું હતું કે આ ફિલ્મથી એવો સિનેમેટિક અનુભવ થશે જે પહેલાં ક્યારેય અનુભવાયો ન હોય. આ ફિલ્મની BTS પણ સતત દેખાઈ રહી છે. હાલ સલમાન ખાનના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે અભિનેતા છેલ્લે ‘ટાઈગર 3’માં જોવા મળ્યા હતા. તેમજ તેમની પરંપરા મુજબ તેમણે ઇદ 2024માં કોઇ ફિલ્મ આપી ન હતી.

Most Popular

To Top