Sports

બાંગ્લાદેશને હરાવી અફઘાનિસ્તાન T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચ્યું, ઓસ્ટ્રેલિયા આઉટ

નવી દિલ્હી: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માં સુપર 8 તબક્કાની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને 8 રને (DLS મેથડ)થી હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા પાક્કી કરી લીધી હતી. આ સાથે જ વર્લ્ડકપ ટુર્નામેન્ટમાંથી ઓસ્ટ્રેલિયા બહાર થઈ ગયું છે.

અફઘાનિસ્તાન હવે ત્રિનિદાદમાં 27 જૂને સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. અફઘાનિસ્તાનની ટીમ 2010થી T20 વર્લ્ડ કપ રમી રહી છે. 2024માં તેણે પહેલીવાર T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. જે હાલમાં આ ફોર્મેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

બાંગ્લાદેશને આ મેચ જીતવા માટે 114 (DLS)નો ટાર્ગેટ હતો પરંતુ ‘પ્લેયર ઓફ ધ મેચ’ નવીન ઉલ હકે સતત 2 વિકેટ લઈને મેચ અફઘાન ટીમની તરફેણમાં ફેરવી દીધી હતી. નવીન ઉલ હક અને રાશિદ ખાને 4-4 વિકેટ લઈને અફઘાનિસ્તાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે બાંગ્લાદેશ માટે ઓપનર બેટ્સમેન લિટન દાસ (54 અણનમ) અંત સુધી અણનમ રહ્યો હતો.

નવીન ઉલ હકની છેલ્લી ઓવરનો રોમાંચ
છેલ્લી 2 ઓવરમાં બાંગ્લાદેશને જીતવા માટે 12 રનની જરૂર હતી ત્યારે 8 વિકેટ પડી ગઈ હતી. બાંગ્લાદેશનો સ્કોર 102/8 હતો. નવીન ઉલ હક 18મી ઓવર નાંખવા આવ્યો હતો. આ ઓવરમાં તસ્કીન અહેમદ નવીનને ક્લીન બોલ્ડ થયો હતો. આ પછી બીજા જ બોલ પર મુસ્તાફિઝુર રહેમાનને આઉટ કરીને બાંગ્લાદેશની આશા ખતમ થઈ ગઈ.

આ રીતે બાંગ્લાદેશ અને ઑસ્ટ્રેલિયાની આશાઓ સમાપ્ત થઈ
સેમિફાઇનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને 12.1 ઓવરમાં 116 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો. પરંતુ તે કરી શક્યા નહીં. અફઘાનિસ્તાન માટે આ મેચ જીતવું પૂરતું હતું. આ મેચમાં અફઘાનિસ્તાનની જીતને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

બાંગ્લાદેશીઓની શરૂઆત ઘણી ખરાબ રહી હતી
લક્ષ્યનો પીછો કરતી વખતે બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બાંગ્લાદેશે બીજી ઓવરમાં જ ફઝલહક ફારૂકીના બોલ પર તનજીદ હસનની વિકેટ ગુમાવી દીધી હતી, જે ખાતું પણ ખોલી શક્યો ન હતો. ત્યારબાદ નવીન ઉલ હકે સતત બોલ પર નઝમુલ હુસૈન શાંતો (5) અને અનુભવી ખેલાડી શાકિબ અલ હસન (0)ને આઉટ કર્યા હતા.

Most Popular

To Top