વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના સફા કોમ્પ્લેક્ષની દુકાનમાં આગનો બનાવ થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટ અગ્નિ કાંડ બાદ વડોદરા મહાનગર પાલિકા દ્વારા ઠેર ઠેર ફાયર સેફ્ટી, બીયુ સર્ટિ અને NOCની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યાં પૂર્ણ સુવિધાનો અભાવ હોય છે ત્યાં પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવે છે અથવા સિલ મારવાની કમગીરી હાથ ધરાય છે ત્યારે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ સફા કોમ્પલેક્ષની ધાર્મિક પુસ્તકની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી. આગ લાગતાં કોમ્પલેક્ષના બીજા વેપારીઓ તથા આસપાસના સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી. તાત્કાલિક જેપી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.અને ફાયર બ્રિગેડની બે ગાડી પણ પહોંચી ગઈ હતી અને આગ ઓલવવા ની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ દુકાન માલિકનું કહેવું છે કે હુ નમાઝ પાડવા ગયો હતો અને નવ થી સાડા નવ ના અરસામાં આગના સમાચાર મળતાં હુ દોડી આવ્યો હતો પરંતુ ત્યાં સુધી મારી દુકાનની તમામ સામાન સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી . મારી દુકાનમાં કમસે કમ પાચ થી છ લાખ રૂપિયાનો સામાન હતો જે બળી ગયો છે. દુકાનદાર ને ફાયર સેફ્ટી બાબતે પૂછતા જણાવેલું કે મને એ વાત ની કોઈ જાણ નથી. ફાયર વિભાગના અધિકારીને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓ એ પણ એમ કહેલું કે એ તપાસ નો વિષય છે પ્રાથમિક ધોરણે આગને કાબુ કરવાનું કામ કરી રહ્યા છે.
વડોદરા પાલિકા અને ફાયર વિભાગની પોલ અહી ખુલ્લી પડી ગઈ હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે .
તાંદલજાની સફા કોમ્પલેક્ષની દુકાનમાં આગ
By
Posted on