આરબીઆઇ દ્વારા તા.1 મે (ગુજરાત દિન)થી બેંકોના ચાર્જીસ અને નિયમોમાં ઘરખમ ફેરફાર જાહેર કર્યા છે. જેમાં બચત ખાતામાં 10 થી 50 હજાર જમા કરાવાથી બેંકમાં નવુ ખાતુ ખલી શકશે નો સ્વાનૂભવ થયો. બેંક સીધા 50 હજાર મૂકવાની જ વાત કરી સેવિંગ્સ ખાતાનું એકાઉન્ટ ખૂલે જણાવે છે. આપણા નરેન્દ્રભાઇ મોદીજી એ જનધન યોજના હેઠળ વગર બેલેન્સે લાખો ખાતા બેંકમાં ખોલાવી આપ્યા તેનો બદલો આરબીઆઇ હવે વાળે છે ?! જયાં હજાર બે હજાર રાખવાની વાત હતી ત્યાં 50 હજાર સેવિંગ્સ ખાતામાં રાખવા માટેની વાત બેંક કેમ કરે છે ? ગ્રાહક તેની પાસે 10 હજારની રકમ બેલેન્સ થાય તો તેની જરૂરીયાત ધ્યાને લઇ 5 થી 8 ટકાના વ્યાજ દરમાં એફડ મુકે છે.
તે શા માટે સેવિંગ્સ ખાતામાં 10 હજાર રાખી 2-3 ટકાનું વ્યાજ લે ?! કરંટ એકાઉન્ટ એ ધંધાદારી એકાઉન્ટ હોય તેમાં આ અને આવા કાયદા ચલાવાય પણ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર માટે આરબીઆઇની આ નિતી સામાન્ય ખાતેદાર માટે આર્થિક સંકણામણ ઉભુ કરનાર છે. આરબીઆઇને પડકારનાર કોઇ ગ્રાહક સુરક્ષા સમિતી છે જ નહીં ? આની અસર સામાન્ય ખાતેદારના રસોડા સુધી અસરકર્તા છે. પાસબુકનો ચાર્જ નહીં લાગે પણ દરેક પાના માટે રૂ. 4 (ચાર)નો ચાર્જ ? આરબીઆઇ સેવિંગ્સ ખાતાના ગ્રાહકોના હિતનું પણ વિચારી ફેરવિચારણા કરે નહીં કે ફકત બેંકનું વિચારવાનું.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સહકારી બેન્કોને ફંડ માટેના વિકલ્પો આપો!
કો.ઓપરેટીવ બેન્કોને છેલ્લા ઘણા સમયથી એક સમસ્યા સતાવી રહી છે કારણ કે વ્યાજદર ઓછો હોવાને પરીણામે એક અભ્યાસ અનુસાર ઘણા સમયથી બેન્કોમાં ડીપોઝીટ તેમજ બચત ખાતામાં રાખવામાં આવતા ખાતેદારોના ભંડોળમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. ખાતેદારો બેન્કમાં ડીપોઝીટ મુકવાની જગ્યાએ શેર તેમજ મ્યુચ્લફંડમાં રોકાણ કરવા વધારે ઇચ્છુક છે.
આ સમસ્યાના નિવારણ હેતુથી જયાં આર.બી.આઇ. કો.ઓપરેટીવ બેન્કોને પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને બોન્ડ મારફતે ફંડ એકત્રિત કરી શકે એ માટે મંજૂરી આપવાનું ગંભીરતાથી વિચારી રહી છે. જે વર્તમાન સમય સંજોગો અનુસાર જરૂરી પણ છે જેથી પ્રાઇવેટ બેન્ો સાથે કો.ઓપરેટીવ બેન્કો પણ હરીફાઇમાં બજારમાં ટકી રહે અને આર્થિક ક્ષેત્રે પણ વધુ મજબુત થઇ શકે અને ખાતેદારોનો વિશ્વાસ જાળવી શકે એ મહત્ત્વનું છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે