SURAT

સિટી બસના પીધેલા ડ્રાઇવરે મોપેડને ટકકર મારી, BRTS બસ ડ્રાઈવરે અડફેટે લેતા યુવકનો પગ કાપવો પડ્યો

સુરત: (Surat) સુરત મનપાના શાસકોએ મનપાની સીટી બસ (City Bus) અને બીઆરટીએસ બસના અકસ્માતો તેમજ અન્ય વિવાદને કાબુમાં લાવવા પોલીસ બનાવી અને આ પોલીસીનો અમલ કરવા માટે એજન્સીઓ પાસેથી બાંહેધરી લખાવી લીધી હોવા છતા એજન્સીઓ મનપાના તંત્રને ગાંઠતી ના હોય તેમ વિવિદો ચાલ્યા જ કરે છે. ત્યારે આજે પાંડેસરા વિસ્તારમાં એક બસના ડ્રાઈવરે મોપેડ ચાલકને ટક્કર મારતા લોકોએ ડ્રાઇવરને પકડ્યો હતો. બસનો ડ્રાઇવર દારૂના નશામાં દૂધ હોવાનો આક્ષેપ કરીને લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમજ આ વિડિયો પણ વાયરલ થયો હતો.

મનપાની બસ સેવા કયારેક ટીકીટમાં કટકી કરતા કંડકટરો, કયારેક ડ્રાઇવરોની અને હડતાલ તથા અકસ્માત ના કારણે વિવાદમાં આવતી જ રહે છે ત્યારે આજે પાંડેસર પત્રકાર કોલોની પાસે સીટી બસના ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પત્રકાર કોલોની સર્કલ પાસે બસના ડ્રાઇવરે એક મોપેડ ચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ લોકો ભેગા થઈ ગયા હતા અને ડ્રાઇવરને નીચે ઉતાર્યો હતો.

લોકોએ આક્ષેપ કર્યો હતો કે ડ્રાઇવર નશામાં ધૂત હતો અને સીટીલીંકના સુપરવાઇઝરો આવ્યા ત્યારે તેની સાથે વાત કરવાની હાલતમાં પણ નહોતો જો કે આ બાબતે સીટીલીંકના અધિકારીઓને પોલીસ ફરિયાદ કરી કે નહી તેવુ પુછતા એવુ જણાવ્યું હતુ કે, ડ્રાઇવર પીધેલો નહોતો અને બે ટુવ્હીલર ચાલક વચ્ચે ઝઘડો થયો હતો. તેમા બસના ડ્રાઇવરને કોઇ લેવા દેવા નથી.

બીઆરટીએસ બસના ડ્રાઈવરે અડફેટે લેતા યુવકનો પગ કાપવો પડ્યો
સુરત: 3 મેના રોજ કાપોદ્રામાં ગાયત્રીનગર ત્રણ રસ્તા પાસે બીઆરટીએસ બસના ડ્રાઈવરે બેદરકારીથી બસ ચલાવીને શ્રમજીવીને અડફેટે લેતા શ્રમજીવીને ગંભીર ઇજા થઈ હતી. શ્રમજીવીને ઓપરેશન કરીને પગ કાપવો પડ્યો હતો.

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કાપોદ્રામાં રહેતો મુકેશ દડુભાઈ સોલંકી મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠાડેસ ઠડિયા ગામનો વતની છે. અહીં કાપોદ્રામાં રહિને મજુરી કામ કરે છે. 3 મે 2024ના રોજ મુકેશ સોલંકી કાપોદ્રામાં ગાયત્રીનગર ત્રણ રસ્તા પાસેથી પસાર થતો હતો. ત્યારે લાલ રંગની બીઆરટીએસ બસના ડ્રાઈવરે પુરઝડપે અને બેદરકારીથી બસ ચલાવીને મુકેશને અડફેટે લેતા મુકેશને ડાબા પગે ગંભીર ઇજા થઈ હતી. તે સમયે બસનો ડ્રાઈવર બસ લઈને નાસી ગયો હતો. મુકેશને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડાબા પગનું ઓપરેશન કરીને પગ કાપવો પડ્યો બહતો. હોસ્પિટલમાંથી કાપોદ્રા પોલીસને જાણ કરાઈ હતી. કાપોદ્રા પોલીસે મુકેશની ફરિયાદ લઈને બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

Most Popular

To Top