વલસાડ: (Valsad) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ઓનલાઈન પરિણામ (Online Result) ગુરુવારે જાહેર થયું હતું. જેમાં વલસાડ જિલ્લાનું 90.63 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં 8279 વિદ્યાર્થીઓ પાસ અને 884 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતાં. જિલ્લામાં માત્ર 26 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ ટકા પરિણામ ફણસવાડા કેન્દ્રનું 98.20 અને સૌથી ઓછું રોણવેલ કેન્દ્રનું 79.84 ટકા પરિણામ નોંધાયું હતું. પરિણામની સમીક્ષા કરતા શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારના પરીક્ષા કેન્દ્રોએ વધુ પરિણામ મેળવ્યું છે. જેમાં અંતરિયાળ વિસ્તાર કપરાડા કેન્દ્રનું 94.37 અને નાનાપોંઢા કેન્દ્રનું 96.57 ટકા પરિણામ મેળવ્યું છે. શહેરી વિસ્તારોની મોટી શાળાઓના પરિણામ જોતા મહત્તમ શાળાઓમાં એ.1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અત્યંત ઓછી છે.
વલસાડ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં એ-1 ગ્રેડમાં 26 વિદ્યાર્થીઓ
જિલ્લામાં કુલ 9135 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તે પૈકી એ-1 ગ્રેડમાં 26, એ-2 માં 442, બી-1 માં 1371, બી-2માં 2494, C1 માં 2530, C2 માં 1294, ડી માં 121, ઈ-1મા 1 નો સમાવેશ થાય છે, જ્યારે 884 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જિલ્લાનું કુલ પરિણામ 90.63 ટકા આવ્યું હતું.
જિલ્લાના સેન્ટર વાઈઝ પરિણામ
વલસાડ..87.88
વાપી : 90.01
ધરમપુર : 89.24
પારડી : 91.86
અટાર : 94.51
ઉટડી : 90.94
ફણસવાડા : 98.20
રોણવેલ : 79.84
નાનાપોઢા : 96.57
કપરાડા : 94.37
સરીગામ : 93.35
નારગોલ : 90.86
કરવડ : 85.28
વલસાડ જિલ્લાનું છેલ્લા ત્રણ વર્ષનું ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામની ટકાવારી
વર્ષ ટકા
2022 58.24
2023 46.92
2024 72.01
વલસાડ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું છેલ્લા ત્રણ વર્ષની ટકાવારી
વર્ષ ટકા
2022 83.50
2023 63.16
2024 91.93
સામાન્ય પ્રવાહના પરિણામનું વિશ્લેષણ કરતાં 2023ના વર્ષમાં 63.16 ટકા.પરિણામ નોંધાયું હતું. જે વધીને 2024મા 91.93 થતાં 28.47 ટકાનો વધારો નોંધપાત્ર વધારો નોંધાયો છે. જે શિક્ષણ જગતમાં.પણ ચર્ચાનો વિષય બન્યો છે.