ગાંધીનગર: ગઈકાલે તા. 7 મે ને મંગળવારે રોજ લોકસભા 2024ની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઈ હતી. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન થયું હતું. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બે બેઠકો પર તેમજ મધ્યપ્રદેશની 9 બેઠકો પર પણ મતદાન થયું હતું.
1961થી 2109 સુધીના મતદાનના આંકડા
ગુજરાતની વાત કરીએ તો પાછલા 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન થયું છે. વર્ષ છેલ્લી 2019 લોકસભા ચૂંટણીના આંકડા સાથે સરખામણી કરીએ તો ઘણું ઓછું મતદાન થયું છે.
આ વખતે સૌથી વધુ મતદાન વલસાડમાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા નોંધાયું છે. ગઈ બે ટર્મની વાત કરીએ તો 2014માં 63.66 ટકા અને 2019માં સરેરાશ 64.51 ટકા મતદાન થયું હતું. 2024માં મતદાનની ટકાવારી 59.51 થઈ છે , એટલે કે મતદાનમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. ક્ષત્રિયોનો વિરોધ ઉપરાંત મે મહિનાની આકરી ગરમીની માઠી અસર મતદાન પર પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ ગુજરાતની કઈ બેઠક પર કેટલું મતદાન થયું..
બેઠક | 2019 | 2024 |
ગાંધીનગર | 65.57 | 55.65% |
કચ્છ (SC) | 58.22% | 55.05% |
બનાસકાંઠા | 64.69% | 64.69% |
પાટણ | 61.98% | 57.88% |
અમદાવાદ પશ્ચિમ (SC) | 60.37% | 54.43% |
રાજકોટ | 63.15% | 59.60% |
પોરબંદર | 56.79% | 51.79% |
જામનગર | 60.70% | 57.17% |
આણંદ | 66.79% | 63.96% |
ખેડા | 60.68% | 57.43% |
પંચમહાલ | 61.73% | 58.65% |
દાહોદ (ST) | 66.18% | 58.66% |
ભરૂચ | 73.21% | 68.75% |
બારડોલી (ST) | 73.57% | 64.59% |
નવસારી | 66.10% | 59.66% |
સાબરકાંઠા | 67.24% | 63.04% |
અમદાવાદ પૂર્વ | 61.32% | 54.04% |
ભાવનગર | 58.41% | 52.01% |
વડોદરા | 67.86 | 61.33% |
છોટા ઉદેપુર | 73.44% | 67.78% |
વલસાડ | 75.21% | 72.24% |
જૂનાગઢ | 60.74% | 58.80% |
સુરેન્દ્રનગર | 57.85% | 54.45% |
મહેસાણા | 65.37% | 59.04% |
અમરેલી | 55.75% | 49.22% |
કુલ : 25 બેઠક | 64.12% | 59.49% |