લોકસભા ચૂંટણીના (loksabha Election) ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર આજે મતદાન (Voting) થયું હતું. સાંજે 6 કલાકે મતદાન પુરું થયું હતું. દરમિયાન સાંજે પાંચ વાગ્યા સુધીના મળતા આંકડાઓ મુજબ 11 રાજ્યોમાં 63 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગુજરાતની 25 બેઠકો પર 55.22 ટકા મતદાન નોંધાયું છે. 11 રાજ્યોનાં આંકડાની વાત કરીએ તો અસમમાં સૌથી વધુ 74.86 ટકા મતદાન નોંધ્યું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 53.40 ટકા મતદાન નોંધાયું છે.
5 વાગ્યા સુધી મતદાનના આંકડા
આસામ 74.86
બિહાર 56.01
છત્તીસગઢ 66.87
દાદરા નગર હવેલી 65.23
ગોવા 72.52
ગુજરાત 55.22
કર્ણાટક 66.05
મધ્ય પ્રદેશ 62.28
મહારાષ્ટ્ર 53.40
ઉત્તર પ્રદેશ 55.13
પશ્ચિમ બંગાળ 73.93
ગુજરાતમાં 55.22 ટકા મતદાન, સૌથી વધુ વલસાડમાં 68.12 ટકા મતદાન
આજે ગુજરાતની 25, ઉત્તર પ્રદેશની 10, મહારાષ્ટ્રની 11 અને કર્ણાટકની 14 બેઠકો સહિત કુલ 93 બેઠકો પર મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલેલી વોટિંગ પ્રક્રિયામાં બપોર બાદ લોકોનો ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો. સવારે ઓછા મતદાન બાદ ગરમીના ઓરેન્જ એલર્ટ વચ્ચે પણ લોકો બપોરબાદ વોટિંગ કરવા પહોંચ્યા હતા. ગુજરાતમાં સૌથી વધુ વલસાડ બેઠક પર 68.12 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું અમરેલીમાં 45.59 ટકા મતદાન થયું હતું.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ત્રીજા તબક્કામાં લોકસભાની 93 બેઠકો માટે નોટિંગ થયું હતું. ત્રીજા ચરણમાં કુલ 1352 ઉમેદવારોનું ભાવિ સીલ થઈ ગયું છે. તેમાંથી 1229 પુરૂષ અને 123 મહિલાઓ છે. ગૃહ મંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત 7 કેન્દ્રીય મંત્રી અને 4 પૂર્વ મુખ્ય મંત્રીનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું છે. જણાવી દઈએ કે અગાઉ 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર અને 26 એપ્રિલે બીજા તબક્કામાં 88 બેઠકો પર મતદાન થયું હતું.