Vadodara

વડોદરામાં કેદીઓનો નવો કીમિયો, સેન્ટ્રલ જેલમાં ખાડો ખોદી જમીનમાં સંતાડી રાખેલો મોબાઈલ ઝડપાયો

ત્રણ કાચા અને એક પાકા કામનો કેદી મોબાઈલનો ઉપયોગ કરતા હતા, જેલમાંથી મોબાઇલ મળી આવવાનો સિલસિલો યથાવત રહેતા ત્યાંની સિક્યુરિટી સામે અનેક સવાલ
વડોદરા તા.27
વડોદરા સેન્ટ્રલ જેલમાં ખોલી નંબર 6 પાસે ઝાડ નીચે જમીનમાં સંતાડી રાખેલો મોબાઈલ ઝડપાયો છે. આ મોબાઈલનો ત્રણ કાચા અને એક પાકા કામનો કેદી ઉપયોગ કરતા હતા. વાત કર્યા બાદ તેઓ મોબાઈલ જમીનમાં ખાડો ખોદી ડતી દેતા હતા. જેલરે ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેલમાંથી વારંવાર મોબાઈલ મળી આવવાનો સિલસિલો યથાવત રહેતા જેલની સિક્યુરિટી સામે પણ શંકા કરાઈ રહી છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી અવારનવાર મોબાઇલ મળી આવવાના કિસ્સા બનતા હોય છે. જેને લઈને જેલ સત્તાધીશોની સિક્યુરિટી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે 26 એપ્રિલના રોજ જેલમાં સર્કલ વિભાગ યાર્ડ નંબર 12 ખાતે ફરજ બજાવતા જેલના કર્મચારીઓને બાતમી મળી હતી કે જેલમાંવલ કેટલાક કાચા કામના કેદીઓ મોબાઇલનો ઉપયોગ ચોરી છુપીથી કરી રહ્યા છે. જેના આધારે શુક્રવારે સ્થાનિક ઝડતી સ્કવોર્ડના કર્મચારીઓને સાથે રાખીને જેલરે સર્કલ વિભાગ યાર્ડ નં-12માં ઝડતી કરી હતી.દરમિયાન ખોલી નં-8માં કાચા કામના કેદી જીવણ ચતુરભાઈ સોલંકીની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. જેથી શંકાના આધારે આ કેદીની પુછપરછ કરતા તેણે ખોલી નં-6ના સામે ઝાડના થડ પાસે જમીનમાં ખાડો ખોદી મોબાઈલ છુપાવી રાખ્યો છે. જેના આધારે ઝડતી સ્કોડના કર્મીઓએ કેદીને સાથે રાખી ખાડો ખોદી તપાસ કરતા એક મોબાઈલ મળી આવ્યો હતો જે ઝડતી સ્કવોર્ડ કર્મચારીઓએ કબજે કર્યો હતો. આ કાચા કામના કેદીની સઘન પૂછતાછ કરતાં તેણે જણાવ્યું હતું કે, આ મોબાઈલ પોતે સહિત કાચા કામના ધિરજ દિપકભાઈ કનોજીયા, અલ્પેશ હરદાસમલ વાઘવાણી તથા પાકા કામના કેદી સતિષ ઉર્ફે બોકલ ભીખાભાઈ પઢીયાર મળીને વાપરતા હતા. જેથી જેલરે ચાર કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top