Gujarat

બનાસકાંઠા, ભાવનગર તથા અમરેલીના ઉમેદવારોના ફોર્મ મંજૂર, ભાજપના વાંધા ફગાવાયા

ગાંધીનગર: (Gandhinagar) છેલ્લા બે દિવસ ફોર્મની ચકાસણી હોવાથી ભાજપના (BJP) ઉમેદવારો તથા કાનૂની સલાહકારો દ્વારા બનાસકાંઠા, ભાવનગર તથા અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો સામે ફોર્મ તથા એફિડેવીટમાં ખામી હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જો કે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ વાંધા ફગાવી દેવાયા હતા. એટલું જ નહીં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ મંજૂર રાખ્યા હતા.

  • બનાસકાંઠા, ભાવનગર તથા અમરેલીના ઉમેદવારોના ફોર્મ મંજૂર, ભાજપના વાંધા ફગાવાયા
  • આપના ઉમેશ મકવાણા, અમરેલીના જેન્ની ઠુમ્મરના ફોર્મ સામે ભાજપે વાંધા અરજી કરી હતી, રદ કરી ઉમેદવારીપત્ર મંજૂર કરાઈ

આ ઘટનાક્રમમાં ભાવનગરથી આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે. ઈન્ડિયા ગઠબંધન હેઠળ આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલી વાંધા અરજી રદ કરી દેવાઈ હતી. તો બીજી તરફ અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું પણ ઉમેદવારી ફોર્મ મંજૂર થયું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાની એફિડેવિટમાં વિસંગતતાના કારણે ભાજપ દ્વારા વાંધા અરજી કરાઈ હતી. આ અંગે ચુંટણી અધિકારી દ્વારા આજે બન્ને પક્ષોને રજૂઆત કરવાનો સમય અપાયો હતો. તેવી જ રીતે ભાજપે બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર તથા અમરેલીના જેન્ની ઠુમ્મરના ફોર્મ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જો કે, સુનાવણી બાદ ફોર્મ મંજૂર થયા હતા.

Most Popular

To Top